Akash anand BSP: પાર્ટીમાંથી બહાર કરાયા બાદ આકાશ આનંદે માયાવતીની માફી માંગી

Akash anand BSP : બહુજન સમાજ પાર્ટીમાંથી કાઢી મુકાયા બાદ આકાશ આનંદે પાર્ટી પ્રમુખ માયાવતીની માફી માગી છે. આકાશે સોશિયલ મીડિયામાં એક પછી એક પોસ્ટ કરીને પોતાની ભૂલ માની અને ફરીથી પાર્ટી સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી.

આકાશ આનંદે લખ્યુ કે, માયાવતી માત્ર રાજકીય નેતા જ નહીં પણ તેમના માટે એકમાત્ર રાજકીય ગુરુ છે. કહ્યું કે, કે બહેનજીના માર્ગદર્શન હેઠળ જ તેણે રાજનીતિને સમજી છે અને સમાજસેવાનો સાચો અર્થ શીખ્યા છે.

Akash anand BSP

ટ્વીટ વિવાદ પછી BSPમાંથી બહાર કરાયા બાદ આકાશે હવે જાહેરમાં કહ્યું કે આગળથી કોઈપણ નિર્ણય લેતી વખતે તેઓ તેમના સગા સંબંધીઓ કે સસરા પક્ષની સલાહ નહિ લે. હવે તેના જીવનનો મોટો હિસ્સો બસપાના મિશન અને બહેનજીના આદેશ પર જ કેન્દ્રિત રહેશે.

આકાશે વધુમાં જણાવ્યું કે તે તેના વ્યક્તિગત સંબંધો અને પરિવારજનોની દખલઅંદાજીને હવે પાર્ટીના કામમાં આવવા નહિ દે. તે માત્ર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને અનુભવી કાર્યકરોના માર્ગદર્શનથી આગળ વધવાનો ઇરાદો છે.

તેણે પોતાના જૂના ટ્વીટ માટે માફી માંગતાં સ્પષ્ટ કર્યું કે તેનો હેતુ કદી પણ પાર્ટીનું નુકસાન કરવાનો ન હતો અને ન તો તેઓ માયાવતીજીના આત્મસન્માનને ઠેસ પહોંચાડવા માગતા હતા.

આકાશની આ ભાવનાત્મક પોસ્ટ બાદ BSPના કાર્યકરો અને સમર્થકોમાં ચર્ચા ગરમ છે. કેટલાક લોકો માને છે કે જો માયાવતી ઇચ્છે તો આકાશને ફરીથી એક તક મળી શકે છે. જ્યારે કેટલાક આને માત્ર એક રાજકીય દાવપેચ છે.

હાલમાં BSP તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આકાશની માફી અને પાર્ટીમાંથી બહાર થયા પછીની તેની બદલાયેલી વાણી પાર્ટી કે મુખ્ય રાજકારણમાં નવી હલચલ ઉભી કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X