For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગી સરકાર વિમાન ન ઉતરવા દેતી હોવાનો અખિલેશ યાદવનો આરોપ, જાણો શું કહ્યું?

Dખિલેશ યાદવને મુંડા પાંડે એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરવાની મંજુરી ન મળતા હવે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યો છે. બીજી તરફ પ્રસાશને કામ ચાલુ હોવાનું જણાવ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

લખનૌ : ઉત્તર પ્રદેશમાં વિપક્ષી પાર્ટીઓ યોગી સરકાર પર તાનાશાહીના આરોપો લગાવતી રહી છે. હવે સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ઉત્તર પ્રદેશ સરકાર પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના વિમાનને મુરાદાબાદમાં ઉતરવાની મંજૂરી નથી આપી રહી. જો કે બીજી તરફ સ્થાનિક જિલ્લા પ્રશાસને આ આરોપોને નકાર્યાછે. જિલ્લા પ્રસાશને એક નિવેદનમાં કહ્યું કે, ચાલી રહેલા બાંધકામના કામને કારણે લેન્ડિંગ રદ કરવામાં આવ્યું છે.

Akhilesh Yadav

સમાજવાદી પાર્ટીએ એક ટ્વિટમાં જણાવ્યુ કે, પૂર્વ આયોજીત કાર્યક્રમ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ 4 ફેબ્રુઆરીએ મુરાદાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પરંતુ યોગી આદિત્યનાથ સરકાર પ્લેનને ઉતરવાની મંજૂરી આપી રહી નથી. આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે. ભાજપનું ઘમંડ જલ્દી ખતમ થશે.

બીજી તરફ આ આરોપોનો જવાબ આપતા સિટી મેજિસ્ટ્રેટ જ્યોતિ સિંહે એક નિવેદનમાં જણાવ્યુ કે, એરસ્ટ્રીપ પર ચાલી રહેલા નિર્માણ કાર્યને કારણે કોઈપણ વિમાનનું લેન્ડિંગ શક્ય નથી. અહીં તમને જણાવી દઈએ કે, શેડ્યૂલ મુજબ અખિલેશ યાદવ શનિવારે મુંડા પાંડે એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરવાના હતા. હવે આ મુદ્દે વિવાદ થઈ રહ્યો છે.

English summary
Akhilesh Yadav alleges that the Yogi government is not allowing the plane to land
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X