જે આજે કાશ્મીરીઓ સાથે થયુ તે કાલે આપણી સાથે પણ થશેઃ આર્ટિકલ 370 પર અખિલેશ

સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ આના પર જોરદાર રાજકારણ રમાઈ રહ્યુ છે. શનિવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષના 11 નેતા શ્રીનગર પહોંચ્યા હતા પરંતુ પ્રશાસને તેમને એરપોર્ટથી દિલ્લી પાછા મોકલી દીધા હતા. આ અંગે વિપક્ષી દળોએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ. વળી, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

ત્યાંના લોકોની સંમતિથી કેમ ન લેવામાં આવ્યો નિર્ણયઃ અખિલેશ

ત્યાંના લોકોની સંમતિથી કેમ ન લેવામાં આવ્યો નિર્ણયઃ અખિલેશ

અખિલેશ યાદવે કહ્યુ કે જે આજે કાશ્મીરીઓ સાથે થયુ છે તે કાલે આપણી સાથે પણ થશે. અખિલેશ યાદવે આર્ટિકલ 370 હટાવવા અંગેના એક સવાલ પર કહ્યુ કે આજે 20 દિવસોથી વધુ થઈ ગયા અને કાશ્મીરના લોકો પોતાના ઘરોમાં બંધ છે. જો કેન્દ્રનો નિર્ણય એટલો જ સારો હતો તો તેને ત્યાંના લોકોની સંમતિથી કેમ લેવામાં ન આવ્યો? સપા અધ્યક્ષે કહ્યુ કે તે આ મુદ્દે લોકસભામાં પહેલા જ બોલી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવે આર્ટિકલ 370 હટાવવા મુદ્દે લોકસભામાં ભાજપ પર નિશાન સાધ્યુ હતુ.

માયાવતીએ ઉઠાવ્યા હતા વિપક્ષી નેતાઓના કાશ્મીર પ્રવાસ પર સવાલ

માયાવતીએ ઉઠાવ્યા હતા વિપક્ષી નેતાઓના કાશ્મીર પ્રવાસ પર સવાલ

જો કે અખિલેશ યાદવથી અલગ બસપા સુપ્રીમો માયાવતીએ વિપક્ષના નેતાઓના કાશ્મીર જવાને ખોટુ ગણાવ્યુ હતુ. બસપા સુપ્રીમોએ વિપક્ષી દળોના પ્રતિનિધિ મંડળના શ્રીનગર જવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે મંજૂરી વિના કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓના નેતાઓનું કાશ્મીર જવુ, શું કેન્દ્ર તેમજ ત્યાંના ગવર્ગરને રાજનીતિ કરવાનો મોકો આપવા જેવુ પગલુ નથી? ત્યાં જતા પહેલા આના પર પણ થોડો વિચાર કરી લેવામાં આવતો તો સારુ રહેત.

વિપક્ષી નેતાઓને શ્રીનગર એરપોર્ટથી પાછા મોકલી દેવાયા હતા

વિપક્ષી નેતાઓને શ્રીનગર એરપોર્ટથી પાછા મોકલી દેવાયા હતા

તેમણે એ પણ કહ્યુ હતુ, ‘પરંતુ દેશમાં બંધારણ લાગુ થયાના લગભગ 69 વર્ષો બાદ આ આર્ટિકલ 370ની સમાપ્તિ બાદ હવે ત્યાંની સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય જરૂર લાગશે. આની થોડી રાહ જોવામાં આવે તો સારુ રહેશે, જેને માનનીય કોર્ટે પણ માન્યુ છે.' વાસ્તવમાં શ્રીનગર એરપોર્ટથી પાછા મોકલવા પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વાંધો વ્યક્ત કરીને કહ્યુ હતુ કે કાશ્મીરમાં સામાન્ય સ્થિતિમાં તો આવુ નથી થતુ, આનાથી સ્પષ્ટ છે કે રાજ્યમાં બધુ ઠીક નથી ચાલી રહ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X