સમાજવાદી પાર્ટીએ જાહેર કર્યુ ઘોષણાપત્ર કહ્યુ, ‘ભાજપ પાસે બતાવવા માટે કંઈ નથી'

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે શુક્રવારે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યુ.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે શુક્રવારે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યુ. ઘોષણાપત્રનું એલાન કરતી વખતે અખિલેશ યાદવે જણાવ્યુ કે સામાજિક ન્યાયથી મહાપરિવર્તનના વિચાર સાથે અમે ચૂંટણીમાં ઉતર્યા છે. સામાજિક ન્યાયથી મહાપરિવર્તન પર આધારિત અમારા ડોક્યુમેન્ટ જનતાને સમર્પિત છે. આ દરમિયાન મોદી સરકાર પર ખૂબ હુમલા કરીને તેમની નીતિઓની ટીકા કરી. તેમણે કહ્યુ કે ભાજપ પાસે જનતાને બતાવવા માટે કંઈ પણ નથી.

akhilesh Yadav

અખિલેશ યાદવે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરતા કહ્યુ, 'અમીરી-ગરીબીની ખીણ ઉંડી થઈ ચૂકી છે. અમે બધા વર્ગોના હિતોનું ધ્યાન રાખીશુ. સામાજિક ન્યાયથી મહાપરિવર્તન એક નવી દિશા- એક નવી આશા સાથે અમે લક્ષ્ય નક્કી કર્યા છે. અખિલેશ યાદવે કહ્યુ કે પ્રાથમિક શિક્ષણને ઠીક કર્યા વિના કંઈ સરખુ થઈ શકે નહિ. દેશમાં જીએસટી લાગુ થવાથી વેપારીઓને નુકશાન થયુ છે. નોટબંધીથી વેપારી બહાર નહોતા નીકળ્યો કે જીએસટીએ તેમની કમર તોડી નાખી.' તેમણે કહ્યુ કે સબકા સાથ સબકા વિકાસ માટે બધાએ સાથે આવવુ પડશે. અમે તો ખેડૂતોની સંપૂર્ણ દેવામાફીના પક્ષમાં છીએ. મહિલાઓને સમાન સમ્માન આપ્યા વિના વિકાસ અધૂરો છે.

ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ પાસે બતાવવા માટે કોઈ કામ નથી. ભાજપ સરકાર બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યાના આંકડા છૂપાવી રહી છે. એ જરૂરી છે કે બધા આંકડા જનતા સામે આવે. પોતાના કાર્યકાળમાં કરાયેલા કામોનો ઉલ્લેખ કરતા અખિલેશ યાદવે કહ્યુ કે જો તે સત્તામાં આવશે તો એ કામોને જરૂર પૂરા કરશે જે અધૂરી રહી ગયા હતા.

અખિલેશ યાદવે કહ્યુ કે અમે જે કામ કર્યા છે તે જ અમારી વિશ્વસનીયતા છે. અખિલેશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વાયરસવાળા નિવેદન પર કટાક્ષ કરતા કહ્યુ કે મુખ્યમંત્રીને કંઈ ખબર જ નથી. હાલમાં જ દિલ્લીમાં એક કાર્યક્રમ આયોજિત થયો હતો જેમાં એ પરિણામ નીકળ્યુ હતુ કે જ્ઞાન અને વિજ્ઞાન આપણા દેશને આગળ લઈ જશે. એ લોકો ટેસ્ટ ટ્યૂબ બેબી પર વાત કરી રહ્યા હતા. તેમને કોઈ માહિતી નથી તે માત્ર જનતાને છેતરી રહ્યા છે. જો તેમને માહિતી હોત તો અત્યાર સુધી યુપીમાં લેપટૉપ વહેંચાઈ ગયા હોત.

અખિલેશે કહ્યુ કે આ નવી વસ્તુઓ છે ટ્વીટર અને ટ્વીટ કરવુ, આ મુખ્યમંત્રી નથી જાણતા. ક્યાંક કોઈનાથી લખાવી લીધુ છે, કે કોઈ વાયરસથી તો નથી લખાવી લીધુ. અને ભાજપે જે વચનો આપ્યા હતા તેનુ શું થયુ? આવક બમણી થઈ? નવયુવાનોને રોજગાર મળ્યા?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X