અખિલેશ યાદવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નહી કરે પ્રચાર? સપાના અધ્યક્ષે કર્યો દાવો

ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અખિલેશ યાદવના અથ્યાર સુધી પ્રચારમાં નહી ઉતરવાને લઇને સમાજવાદી પાર્ટીએ ખુલાસો કર્યો છે. સપા પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે કહ્યુ કે, " અમે લોકો અખિલેશ યાદવના વિચારોને લઇને ચૂંટમી પ્રચાર કરી રહ્યા છીએ" પાર્ટી નેતા અખિલેશ યાદવના વિચારો અને તેમના સિદ્ધાંતોને દરેક શહેર, ગામ અને ગલીયોમાં પહોચાડી રહ્યા છીએ.

akhilesh yadav

પ્રદેશ અધ્યક્ષે કહ્યુ કે, "આ ચૂંટણીમાં એ સાબિત થઇ જશે કે, અખિલેશ યાદવની લોકપ્રિયતા વધી છે. ચૂટણીમાં સૌથી વધારે સીટે સપા જીતશે. . બીજેપી નેતા આ ચૂંટણીમાં ખોટુ બોલી રહ્યા છે.તેમની પાસે કહેવામાટે કઇ નથી. આ બહુ મોટી ચૂંટમી છે. સપા પક્ષમાં જે ઉત્સાહ છે તેનાથી સાબિત થાય છે કે, અખિલેશને લોપ્રિયતા વધી છે" નરેશ ઉત્તમ પટેલે ભાજપના સંકલ્પ પત્રને લઇને પણ નિવેદન આપ્યુ હતુ.

નરેશ ઉત્તમ પટેલે કહ્યુ કે, "બીજેપી કેન્દ્ર અને યૂપીમાં સંકલ્પ પત્ર બહાર પાડે છે. પરંતુ તે ખોટુ હોય છે. મોઘવારી, બેરોજગારી, ખેડૂતો, કુટીર ઉદ્યોગ સહિત તમામ મુદ્દા પર કરવામાં આવેલા વચનો પુરા નથી કર્યા અર્થ વ્યવસ્થા અસ્તવ્યસ્ત છે. ગરીબી અમીરી વચ્ચે મોટી ખાઇ છે. ગરીબ વધારે ગરીબ થઇ રહ્યો છે. બીજેપી બેવડા ચરિત્રની પાર્ટી છે. અકિલેશ યાદવનો સંકલ્પ અને અબીલ જ સપાનું ચૂંટણી વચન છે. બીજેપી જે કહે છે તે ક્યારેય કરતી નથી. બીજેપીએ વચનો તોડ્યા છે."

માયાવતી દ્વારા મેયર પદ પર 11 મુસ્લિમ ઉમેદવારો ઉતારવા પર નરેશ ઉત્તમ પટેલ કહ્યુ કે, "સપા જાતી ધર્મથી ઉપર ઉઠીને પ્રચાર કરે છે. દરેક ધર્મ વર્ગના લોકોને ટિકેટ આપી છે. અમે લોકો બીજેપીની જેમ ખોટી નથી બોલતા મુસ્લીમ મતોનું વિભાજ ક્યારેય નહી થાય ગરીબી અને અમીરીની ભેદની ચૂંટમી હશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2024ના પરીણામોનો સંકેત આપશે. સમગ્ર દેશમાં પરિવર્તન થશે. બીજેપી પહેલાથી અંહિયા હારશે. અને ત્યાર બાદ કેન્દ્રમાં"

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X