અક્ષય કુમારે સુકમાના શહીદોને દાન કર્યા રૂ. 1.08 કરોડ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારછત્તીસગઢ ના સુકમા માં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારનો માટે 1.08 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. સુકમામાં થયેલ નક્સલવાદી હુમલામાં 12 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ શહીદ જવાનોના પરિવારજનોને મદદ કરવા માટે અક્ષય કુમારે દરેક પરિવારને 9 લાખ રૂપિયા દાન કરવાનો વાયદો કર્યો છે.

akshay kumar

અહીં વાંચો - દિલ્હીની હોટલમાં લાગેલી આગમાંથી કઇ રીતે બચ્યા ધોની?

સીઆરપીએફ દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરી આ વાતની સૂચના આપવામાં આવી છે. અક્ષય કુમારના આ પગલાના વખાણ કરતાં સીઆરપીએફ એ કહ્યું કે, આ પગલું તેમની દેશભક્તિ અને અને દેશના લોકો તથા સેના પ્રત્યે તેમના સમર્પણને દર્શાવે છે. સુકમાના હુમલા બાદ અક્ષય કુમાર સતત આઇપીએસ અધિકારી અમિત લોઢાના સંપર્કમાં હતા. અમિત લોઢા જેસલમેર નૉર્થ સેક્ટરના ડીઆઇજી છે. અક્ષયે તેમના આ હુમલામાં શહીદ થયેલા જવાનોની જાણકારી માંગી હતી તથા શહીદ જવાનોના પરિવારજનોની મદદ કરવાની રજૂઆત કરી હતી.

અહીં વાંચો - ISISના નિશાના પર તાજમહેલ, જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન

ઉલ્લેખનીય છે કે, 11 માર્ચના રોજ સીઆરપીએફની 219મી બટાલિયન પર સુકમાના ભેજ્જી થાણા વિસ્તારમાં નક્સલીઓએ હુમલો કર્યો હતો. નક્સલી પહેલેથી ત્યાં ઘાત લગાવીને બેઠા હતા. તેમણે પહેલા ઇઇડી બ્લાસ્ટ કર્યો અને પછી ઘાયલ જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં 12 જવાનો શહીદ થયા હતા.

English summary
Akshay Kumar donated Rs 1.08 cr, 9 lakh each to families of 12 CRPF men who lost their lives in an attack by Maoists in Sukma, Chhattisgarh.
Please Wait while comments are loading...