દિલ્હી બ્લાસ્ટ કનેક્શન વચ્ચે AIU એ અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ રદ કર્યું
એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) દ્વારા અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીની નબળી સ્થિતિને આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ગણાવાયું છે જે અનેક સવાલો ઉભા કરે છે.

તાજેતરમાં દિલ્હી બ્લાસ્ટ કેસમાં અલ-ફલાહ યુનિવર્સિટીનું નામ સામે આવતાં તેની પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. સોમવારે મોડી સાંજે લાલ કિલ્લા નજીક એક કારમાં થયેલા ધડાકામાં 13 લોકોના મોત થયા હતા, અને આ ઘટનામાં ફરીદાબાદ સ્થિત આ યુનિવર્સિટીનું કનેક્શન હોવાનું બહાર આવ્યું છે.
આ ઘટના બાદ AIU એ તાત્કાલિક કાર્યવાહી કરીને અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ રદ કરી દીધું છે. સભ્યપદ રદ કરવાનું કારણ યુનિવર્સિટીની ખરાબ સ્થિતિ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જે દિલ્હી બ્લાસ્ટ સાથેના તેના જોડાણને કારણે વધુ ગંભીર બન્યું છે.
AIU એ એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે, મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે કે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીની સ્થિતિ યોગ્ય નથી. આ સંજોગોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીને આપવામાં આવેલું AIUનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે.
આ નિર્ણયના પગલે અલ-ફલાહ યુનિવર્સિટી હવે કોઈપણ પ્રવૃત્તિમાં AIUનું નામ અથવા તેના લોગોનો ઉપયોગ કરી શકશે નહીં. વધુમાં યુનિવર્સિટીએ તેની સત્તાવાર વેબસાઇટ પરથી પણ AIUનો લોગો હટાવવાનો રહેશે.












Click it and Unblock the Notifications
