For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ, દિલ્લીમાં વધશે પારો

માર્ચનો મહિનો હજુ શરૂ જ થયો છે પરંતુ અત્યારથી જ તાપમાનમાં વધારો દેખાઈ રહ્યો છે. જાણો લેટેસ્ટ અપડેટ..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ માર્ચનો મહિનો હજુ શરૂ જ થયો છે પરંતુ અત્યારથી જ તાપમાનમાં વધારો દેખાઈ રહ્યો છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સવાર-સાંજ હવામાન ઠંડુ હોય છે. જ્યારે દિવસના તાપમાન ઘણુ ગરમ રહેવા લાગ્યુ છે. ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ 4 અને 5 માર્ચથી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ અને ગિલગિટ બાલ્ટીસ્તાન, મેઘાલય અને સિક્કિમમાં ભારે વરસાદ સંભવ છે. વળી, પહાડો પર બરફ પણ પડવાના અણસાર છે જેનાથી એમપી, પંજાબ, ગુજરાત અને હરિયાણા રાજ્યોમાં ઠંડી વધશે.

દિલ્લીમાં 33 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન

દિલ્લીમાં 33 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન

વિભાગે કહ્યુ છે કે પાકિસ્તાન તરફથી આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદના અણસાર બની રહ્યા છે. વળી, દિલ્લીના હવામાનમાં એકાએક ફેરફાર જોવા મળી રહ્યો છે. વિભાગે કહ્યુ કે દિલ્લીમાં પણ 5 માર્ચે ઠંડા પવનો ફૂંકાશે અને વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. વળી, 8 માર્ચે દિલ્લીમાં પારો એકદમ વધી જશે. અહીં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી જઈ શકે છે.

'લા નીના'ની સ્થિતિ

'લા નીના'ની સ્થિતિ

તમને જણાવી દઈએ કે આઈએમડીએ પોતાના પૂર્વાનુમાનમાં પહેલા જ કહી દીધુ છે કે આ વખતે માર્ચમાં જ ભીષણ ગરમી પડવાના અણસાર છે. હવામાન વિભાગે કહ્યુ કે વિષુવૃત્તીય પ્રશાંસ ક્ષેત્રની ઉપર મધ્યમ 'લા નીના'ની સ્થિતિ બનેલી છે જેના કારણે હવામાનમાં ખૂબ જલ્દી ફેરફાર જોવા મળશે અને ખૂબ ગરમી લાગશે.

કરાવૃષ્ટિની સંભાવના

કરાવૃષ્ટિની સંભાવના

જ્યારે સ્કાઈમેટ મુજબ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાના અને તમિલનાડુ-કેરળમાં વરસાદના અણસાર છે. ઉત્તરકાશી, ચમોલી, નૈનીતાલમાં કરાવૃષ્ટિની સંભાવના છે જ્યારે દિલ્લી સહિત યુપી, બિહાર, રાજસ્થાન, એમપીમાં હળવા વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. વળી, દક્ષિણમાં પણ હવામાન પલટો મારી શકે છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં પણ વરસાદ સંભવ છે.

હળવા વરસાદની સંભાવના

હળવા વરસાદની સંભાવના

જ્યારે આગામી 24 કલાકમાં છત્તીસગઢ, તેલંગાના, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ ભાગોમાં અમુક સ્થળોએ હળવો વરસાદ પણ થઈ શકે છે. જેના કારણે અહીં એલર્ટ આપેલુ છે. રાજસ્થાન, પૂર્વોત્તર ભારતના બાકીના ભાગો, અંદમાન નિકોબાર દ્વીપસમૂહ અને લક્ષદ્વીપમાં પણ અમુક જગ્યાએ વરસાદના અણસાર છે. પશ્ચિમી હિમાલયી રાજ્યોમાં અમુક સ્થાને હળવા વરસાદના અણસાર છે.

Vastu Tips: ફર્નિચર બનાવવા જઈ રહ્યા હોય તો આ ધ્યાન રાખોVastu Tips: ફર્નિચર બનાવવા જઈ રહ્યા હોય તો આ ધ્યાન રાખો

English summary
Alert for thunderstorm in 6 states for 2 days, Temperature in Delhi can reach 33 degrees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X