
ડેરા સમર્થકની નાભા જેલમાં હત્યા પછી પંજાબમાં એલર્ટ
પંજાબની હાઈ સિક્યોરિટી નાભા જેલમાં બંધ ડેરા સમર્થક મોહિન્દર પાલ સિંહ બિટ્ટુની હત્યા કરી દેવામાં આવી છે. તેના પછી આખા વિસ્તારમાં તણાવ પેદા થઇ ગયો છે. પંજાબ સરકારે ડેરા સમર્થકોની વસ્તી વાળા 8 જિલ્લાઓમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. પંજાબ સરકારે 8 જિલ્લાઓમાં લગભગ 3000 જવાનોને શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે ગોઠવી દીધા છે.
આ પણ વાંચો: બળાત્કારી ગુરમીત રામ રહીમ પેરોલ પર બહાર આવી શકે છે

મોહિંદર પાલ સિંહ બિટ્ટુની નાભા જેલમાં હત્યા
મોહિન્દર પાલ સિંહ બિટુ ડેરા સાચા સોદાની 45 સભ્ય સમિતિના સભ્ય હતા. નાભા સેન્ટ્રલ જેલ ભારે સુરક્ષા વ્યવસ્થા માટે ફેમસ છે, તેમ છતાં આ જેલમાં મોહિન્દર પાલની હત્યાએ જેલ પ્રશાશનની બેદરકારીની પોલ ખોલી નાખી છે. આરોપી કેદીઓએ જેલમાં પડેલા લોખંડના સળીયાથી મોહિન્દર પાલ પર હુમલો કર્યો, જેને કારણે તેમની મૌત થઇ ગઈ.

ડેરા સમર્થકની હત્યા પછી પંજાબમાં એલર્ટ
ડેરા સમર્થકની હત્યા પછી લુધિયાણા, પટિયાલા, બઠિંદા, સંગરુર, માનસા, મોગા, ફરિદકોટ અને ફરીઝપુરમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. ડીજીપી દિકર ગુપ્તાએ આ આદેશ જારી કર્યો છે અને રાજ્યમાં સામાન્ય સુધી પોલીસ જવાનોની રજાઓ રદ કરી છે. આ વિસ્તારોમાં અર્ધલશ્કરીના દસ કંપનીઓની નિમણૂંક કરવામાં આવી છે. ઇન્ટેલિજન્સ વિંગને નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. ડીજીપી-લૉ અને ઑર્ડરએ આ જીલ્લાના એસએસપીને ગતિની જાણ કરવા જણાવ્યું છે.

3000 જવાનોને ગોઠવવામાં આવ્યા
આપને જણાવી દઈએ કે મોહિન્દર પાલ સિંહ બિટુ પંજાબના બરગાડીમાં વર્ષ 2015 દરમિયાન થયેલા ગુરુ ગ્રંથ સાહેબની બેઅદબી માટે મુખ્ય આરોપી હતા. આ કિસ્સામાં તેને જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. હાઇ સિક્યુરિટી જેલમાં ડેરા સમર્થકની હત્યા પછી, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જેલની અંદર થયેલી આ હત્યાકાંડ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.