
બળાત્કારી ગુરમીત રામ રહીમ પેરોલ પર બહાર આવી શકે છે
રેપ અને હત્યાના આરોપમાં જેલમાં સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમને પેરોલ પર આઝાદ કરવા માટે હરિયાણા સરકારે સિફારિશ કરી છે. રામ રહીમના આઝાદી માટે હરિયાણા સરકારે તેના સારા વર્તનનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ રામ રહીમની અંતિમ આઝાદી પર કમિશ્નર કોર્ટ નિર્ણય કરશે. જયારે સિરસા પોલીસે રામ રહીમના પેરોલ મામલે ડેપ્યુટી કમિશ્નરને પોતાની રિપોર્ટ હજુ સુધી સોંપી નથી.

રામ રહીમે પેરોલ મારે અરજી આપી
યૌન શોષણ મામલે દોષી જાહેર થયેલા સ્વયંભૂ ધર્મગુરુ ગુરમીત રામ રહીમે પેરોલ માટે અરજી લગાવી. ગુરમીત રામ રહીમે પોતાની અરજીમાં કૃષિ કામ માટે પેરોલ અરજી લગાવી છે. તેની સાથે સાથે તેમને એવું પણ કહ્યું છે કે તેમને ફસાવવામાં આવ્યા છે અને જેલમાં તેમનો વ્યવહાર ઘણો સારો પણ રહ્યો છે. એટલા માટે તેમને પેરોલ આપવી જોઈએ. મળતી માહિતી અનુસાર રામ રહીમને પેરોલ પર આઝાદ કરવા માટે જેલના અધિકારી સહમત છે.

હરિયાણા સરકારે સારા વર્તન અંગે જણાવ્યું
રામ રહીમની પેરોલ અંગે હરિયાણાના જેલ મંત્રી કૃષ્ણ પાવર ઘ્વારા જણાવવામાં આવ્યું કે જેલમાં રામ રહીમનું વર્તન સારું રહ્યું છે. જેલ અધિકારીઓ ઘ્વારા પોતાની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રામ રહીમનું જેલમાં વર્તન સારું રહ્યું છે, જેલમાં તેનો કોઈની પણ સાથે વિવાદ નથી થયો. રામ રહીમ હાલમાં જેલમાં 23 મહિલા જેટલો સમય ગુજારી ચુક્યા છે.

વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે
બળાત્કારના દોષી હોવાની સાથે સાથે ગુરમીત રામ રહીમ પર એક પત્રકાર રામ ચંદર છત્રપતીની હત્યા કરવાનો આરોપ પણ લાગ્યો છે. આ કેસમાં પણ અદાલતે રામ રહીમને દોષી ગણાવ્યા હતા. સીબીઆઈ વિશેષ અદાલત ઘ્વારા રામ રહીમ સહીત ત્રણ આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. એટલું જ નહીં પરંતુ હાલમાં રામ રહીમની આઝાદીને હરિયાણા વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે, કારણકે રામ રહીમના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે.