For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યોમાં આજે આવી શકે છે આંધી-તોફાન, દિલ્લી પર ઈન્દ્રદેવતા મહેરબાન

પાણીના એક એક ટીપાં માટે તરસી રહેલા દિલ્લીમાં સોમવારે ઝમાઝમ વરસાદ થયો તે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ કે આજે પણ રાજધાનીમાં વરસાદના અણસાર છે.

|
Google Oneindia Gujarati News

પાણીના એક એક ટીપાં માટે તરસી રહેલા દિલ્લીમાં સોમવારે ઝમાઝમ વરસાદ થયો તે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ કે આજે પણ રાજધાનીમાં વરસાદના અણસાર છે, વરસાદનો આ દોર ગુરુવાર સુધી યથાવત રહી શકે છે. હવામાન વિજ્ઞાનનું કહેવુ છે કે દિલ્લી-એનસીઆરની હવાઓ પૂર્વી તરફ ચાલવા લાગી છે. અમને આશા છે કે હવામાનમાં પરિવર્તન આવશે અને વરસાદનો આ દોર હવે થમવાનો નથી. તમને જણાવી દઈએ કે રાજધાનીમાં સોમવારે 28.8 મિલીમીટર વરસાદ થયો છે જે દિલ્લીમાં જુલાઈમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે.

આ પણ વાંચોઃ કર્ણાટકઃ બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણીઆ પણ વાંચોઃ કર્ણાટકઃ બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી

દિલ્લી પર ઈન્દ્ર દેવતા મહેરબાન

દિલ્લી પર ઈન્દ્ર દેવતા મહેરબાન

જ્યાં દિલ્લી પર ઈન્દ્ર દેવતા મહેરબાન થયા છે ત્યાં વળી બીજી તરફ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. સ્કાઈમેટ અનુસાર ઉત્તર પ્રદેશમાં આજે અલગ અલગ વિસ્તારોમાં તેજ આંધી સાથે મધ્યમથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે.

અહીં થઈ શકે છે ભારે વરસાદ

અહીં થઈ શકે છે ભારે વરસાદ

એટલુ જ નહિ હરિયાણાના ઉત્તરી ભાગો સહિત બિહાર, ઉત્તર પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, તટીય કર્ણાટક, દક્ષિણ કોંકણના કિનારાના ભાગોમાં મૂસળધાર વરસાદ થવાની સંભાવના છે. આના માટે સ્કાઈમેટે લોકોને સાવચેત રહેવા જણાવ્યુ છે.

બિહારમાં પૂર

બિહારમાં પૂર

બિહારમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. નેપાળના તરાઈ વિસ્તારમાં અને ઉત્તરી બિહારના ઘણા જિલ્લાઓમાં થયેલા વરસાદના કારણે કમલા, બાગમતી, ગંડક, બુઢી ગંડક અને કોસી નદીઓ છલકાઈ છે જેના કારણે હાલમાં બિહારના 6 જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર બનેલી છે. આસપાસના ડઝનેક ગામોમાં હજારો લોકો પણ પૂરથી પ્રભાવિત છે. વળી લાલબકેયા તેમજ બાગમતી નદીના પશ્ચિમી તટ પર ઘણી જગ્યાઓએ પાણીનું વધુ દબાણ છે. આ તરફ કોસીના જળ સ્તરમાં સતત વધારો ચાલુ છે.

ચોમાસુ સક્રિય રહેવાની આશા

ચોમાસુ સક્રિય રહેવાની આશા

સ્કાઈમેટ અનુસાર આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પશ્ચિમી ઉત્તરપ્રદેશ, તેલંગાના, આંધ્ર પ્રદેશ, દક્ષિણી કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ચોમાસુ સક્રિય રહેવાની આશા છે. આ ઉપરાંત રાજસ્થાન, ઉત્તરી મધ્ય પ્રદેશ, દક્ષિણી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરી ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં પણ વરસાદ થવાના અણસાર છે.

English summary
Very heavy rain are likely over Uttar Pradesh and Bihar, light shower in Delhiin next 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X