For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધીના પૂતળા પર ગોળી ચલાવવા મામલે 8 સામે FIR, બેની ધરપકડ

દેશમાં એક તરફ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ મનાવવામાં આવી રહી હતી ત્યાં અલીગઢમાં અખિલ ભારતીય હિંદુ મહાસભાના સભ્યોએ શરમજનક હરકતને અંજામ આપ્યો.

|
Google Oneindia Gujarati News

દેશમાં એક તરફ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ મનાવવામાં આવી રહી હતી ત્યાં અલીગઢમાં અખિલ ભારતીય હિંદુ મહાસભાના સભ્યોએ શરમજનક હરકતને અંજામ આપ્યો. બુધવારે હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીની હત્યાના સીનને રીક્રિએટ કરીને બાપુના પૂતળાને ત્રણ ગોળી મારી પછી તેનુ દહન કરવામાં આવ્યુ. આ દરમિયાન હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ 'મહાત્મા નાથુરામ ગોડસે અમર રહે' ના નારા પણ લગાવ્યા. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલિસે આ મામલે 8 લોકો સામે એફઆઈઆર અને 4 અજ્ઞાત લોકો સામે કેસ કર્યો છે. હાલમાં પોલિસ બે લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે.

શું છે મામલો

શું છે મામલો

બુધવારે અલીગઢમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ પર અખિલ ભારતીય હિંદુ મહાસભાના સભ્યોએ શૌર્ય દિવસ રૂપે મનાવ્યો. હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીની હત્યાના સીનને રીક્રિએટ કરને બાપુના પૂતળાને ગોળી મારી પછી તેનું દહન કર્યુ. આ દરમિયાન હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ ‘મહાત્મા નાથુરામ ગોડસે અમર રહે' ના નારા પણ લગાવ્યા. આ દરમિયાન હિંદુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ ડૉ. પૂજા શુક્લ પાંડેના નેતૃત્વમાં ગાંધીવધ રૂપે મનાવીને ગોડસેનો ફોટાને માળા પહેરાવીને પુષ્પાંજલિ આપવામાં આવી અને મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યુ.

વીડિયો વાયરલ થયા બાદ પોલિસ હરકતમાં આવી

વીડિયો વાયરલ થયા બાદ પોલિસ હરકતમાં આવી

તમને જણાવી દઈએ કે ગાંધીજીની પુણ્યતિથિના પ્રસંગે નૌરંગાબાદ વિસ્તારના એક ઘરમાં હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ ગાંધીના પૂતળા પર એર પિસ્ટલથી ગોળીઓ ધરબી દીધી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયો વાયરલ થયા બાદ હિંદુ મહાસભાના 8 કાર્યકર્તાઓ અને 4 અજ્ઞાતમાં કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં હિંદુ મહાસભાની મહિલા નેતા પૂજા શકુન પાંડેનું નામ પણ શામેલ છે. પૂજા શકુન પાંડે નામની આ મહિલા નેતા હિંદુ મહાસભાની રાષ્ટ્રીય મહાસચિવ છે.

એએસપીએ જણાવ્યુ

એએસપીએ જણાવ્યુ

અલીગઢ એએસપી નીરજ જાદોને જણાવ્યુ કે હિંદુ મહાસભાના સભ્યોએ બુધવારે મહાત્મા ગાંધીના પૂતળાને ગોળી મારવાનો વીડિયો સામે આવ્યો છે. ત્યારબાદ 12 લોકો સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠલ કેસ નોંધવામાં આવ્યો છે જેમાં 4 અજ્ઞાત છે. 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રામ મંદિર કેસમાં SC ને રસ નથી, સરકાર અન્ય વિકલ્પ વિચારેઃ રામ માધવઆ પણ વાંચોઃ રામ મંદિર કેસમાં SC ને રસ નથી, સરકાર અન્ય વિકલ્પ વિચારેઃ રામ માધવ

English summary
Aligarh: Hindu Mahasabha enacted Nathuram Godse's assassination of Mahatma Gandhi, two arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X