રાજ્યસભામાં લોકપાલ રિપોર્ટ રજૂ કરાયો

satyavrat
નવી દિલ્હી, 23 નવેમ્બર: દેશમાં ખુબ જ ચર્ચાનો વિષય બનેલ લોકપાલ અને લોકાયુક્ત વિધેયક પરનો અહેવાલ રાજ્યસભાની સિલેક્ટ સમિતિ દ્વારા શુક્રવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો.

આ રિપોર્ટ બહુજન સમાજ પાર્ટીના સભ્યોના હંગામાં વચ્ચે રજૂ કરવામાં આવ્યો જે અનુસૂચિત જાતિ અને જનજાતિની નોકરીમાં પ્રમોશન માટે રિજર્વેશનની માંગ કરી રહી છે. ગયા વર્ષે શિયાળુસત્ર દરમિયાન છેલ્લા સમયે આ વિધેયક લોકસભામાં પસારિત થઇ ગયું હતું પરંતુ રાજ્યસભામાં તે રજૂ થઇ શક્યુ ન હતું.

આ બીલના હાલના સ્વરૂપને લઇને વિવિધ પક્ષોમાં મતમંતાતર હતા, જેના પગલે આ વર્ષે બજેટસત્રમાં રાજ્યસભાની સિલેક્ટ કમિટિને સોંપવામાં આવ્યો હતો. કમિટિના ચેરમેન સત્યવ્રત ચતુર્વેદીએ તેના માટે સાંસદોના અભિપ્રાય લીધા. અને તેના પર વિચારવિમર્સ કર્યા બાદ પોતાનો રિપોર્ટ આજે રાજ્યસભામાં રજૂ કર્યો હતો.

કમિટિએ પ્રધાનમંત્રીને પણ લોકપાલ કાયદા હેઠળ લાવવાનો મત વ્યક્ત કર્યો છે. પરંતુ વિદેશ મામલે, આંતરિક સુરક્ષા, પરમાણુ ઉર્જા તથા આંતરરાષ્ટ્રીય સંબંધોને લઇને પ્રધાનમંત્રીને છૂટ આપવાની હિમાયત કરી છે. કમિટિએ રાજ્ય લોકાયુક્તને લોકપાલ વિધેયકથી અલગ રાખી તેને રાજ્યોના વિવેક પર છોડી દેવા જણાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X