મણિપુર હિંસા મુદ્દે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક, કેન્દ્ર પર વિપક્ષ હમલાવર
એક તરફ મણિપુર સળગી રહ્યું છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશની મહેમાનગતી કરવામાં વ્યસ્ત છે. આ સ્થિતીમાં હવે મોડે મોડે કેન્દ્ર સરકારને મણિપુરની હિંસાની યાદ આવી છે અને તમામ પક્ષોની બેઠક બોલાવી છે.
3 મેથી સતત હિંસા થઈ રહી છે ત્યારે હવે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ રહી છે. 51 દિવસથી હિંસા કાબુમાં નથી આવી રહી ત્યારે હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને વિપક્ષોની યાદ આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં ઘણા મોટા નેતાઓએ હાજરી આપી છે તો કેટલાક નેતાઓ ગેરહાજર જોવા મળ્યા છે.
મણિપુરની સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમા અને સીપીઆઈ(એમ) સાંસદ જોન બ્રિટાસ સહિત અન્ય ઘણા નેતાઓ હાજર છે.
સર્વપક્ષીય બેઠક પહેલા અમિત શાહે મણિપુરની ચાર દિવસીય મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. સાથોસાથ બદમાશો સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
બીજી તરફ આ હિંસાને લઈને કેન્દ્ર સરકાર સતત વિપક્ષના નિશાને છે. કોંગ્રેસે સર્વપક્ષીય બેઠકને લઈને આકરા પ્રહાર કર્યા છે. જયરામ રમેશે કહ્યું કે પીએમ મોદીએ મણિપુરમાં થયેલી હિંસા અંગે હજુ સુધી કોઈ વાત કરી નથી. સર્વપક્ષીય બેઠક અંગે તેમણે કહ્યું કે પીએમની હાજરી વિના યોજાયેલી બેઠક દર્શાવે છે કે વર્તમાન કેન્દ્ર સરકાર આ હિંસા પ્રત્યે કેટલી ગંભીર છે.












Click it and Unblock the Notifications
