For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર ઘાટીમાં 3 ઓક્ટોબરથી બધી જ સ્કૂલો ખુલી જશે, ખાસ સૂચના આપવામાં આવી

કાશ્મીર ઘાટીમાં 3 ઓક્ટોબરથી બધી જ સ્કૂલો ખુલી જશે, ખાસ સૂચના આપવામાં આવી

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટ્યા બાદ લગભગ બે મહિનાથી બંધ રહેલ સરકારી સ્કૂલોને ફરીથી ખોલવા માટે જમ્મુ અને કાશ્મીર પ્રશાસને અધિકારીઓને આદેશ જાહેર કર્યા છે. કાશ્મીર ઘાટીમાં હાયર સેકેન્ડરી સુધીની સરકારી અને ખાનગી શાળાઓને ત્રણ ઓક્ટોબર અને તમામ કોલેજોને 9 ઓક્ટોબર સુધી ખોલવા કહેવામાં આવ્યું છે. કાશ્મીરમાં અધિકારીઓને તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ ખોલવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

 3 ઓક્ટોબરથી બધી જ સ્કૂલો ખુલી જશે

3 ઓક્ટોબરથી બધી જ સ્કૂલો ખુલી જશે

કાશ્મીરના ડિવિજનલ કમિશનર બેસર અહમદ ખાને સોમવારે ઘાટીના તમામ ડેપ્યૂટી કમિશ્નરો અને સ્કૂલ શિક્ષાના નિદેશકોને નિર્દેશ આપ્યો કે તેઓ સુનિશ્ચિત કરે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સંસ્થાન બંધ થવા પર વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ટ્યૂશન ફી કે બસ ભાડું લેવામાં ન આવે. તેમણે અધિકારીઓને સૂચના આપી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે ઉચ્ચ માધ્યમિક સ્તર સુધીની તમામ સરકારી સ્કૂલો અને ખાનગી સંસ્થાનોને ગુરુવાર સુધી ફરી ખોલી મુકવામાં આવે.

ખાસ નિર્દેશ જાહેર થયા

ખાસ નિર્દેશ જાહેર થયા

પ્રવક્તાએ કહ્યું કે કાશ્મીરની કોલેજોને 9 ઓક્ટોબર સુધી ફરીથી ખોલી મૂકવામાં આવશે. રાજ્ય પ્રશાસને પાછલા મહિને સ્કૂલોને ફરીથી ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા કેમ કે શિક્ષકો અને અન્ય કર્મચારીઓ તો સ્કૂલ આવ્યા પરંતુ વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજ નહોતા પહોંચ્યા. ડિવકૉમે એક ઓક્ટોબરે તમામ સ્કૂલોમાં પેરેન્ટ્સ-ટીચર્સ મીટ આયોજિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિલસિલામાં સોમવારે થયેલ બેઠકમાં તેમણે તમામ ડીસીને સૂચના આપી કે સ્કૂલો તથા કોલેજોને ખોલવા માટે તમામ પ્રકારના ઈંતેજામને અંતિમ રૂમ આપી દેવામાં આવે.

સ્કૂલ ફી વસૂલી નહિ શકે

સ્કૂલ ફી વસૂલી નહિ શકે

બેઠકમાં જણાવવામાં આવ્યું છે કે ઘાટીમાં કોઈપણ અસુવિધા વિના મેડિકલ અને ડેન્ટલ કોલેજ ચાલી રહી છે અને બાળકો પરીક્ષામાં સામેલ થઈ રહ્યા છે. બેઠકમાં શ્રીનગરના ડીસી, એસએસપી, નિદેશક સ્કૂલ શિક્ષા હાજર હતા. ઘાટીના અન્ય જિલ્લાના ડીસી વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સામેલ થયા. સરકારની કોશિશ બાળકોના પેરેન્ટ્સને ભરોસામાં લાવી સ્કૂલ સુધી લાવવાની છે. ઉપરાંત નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો શિક્ષણ સંસ્થાન ઓગસ્ટ અને સપ્ટેમ્બર ફી વસૂલતું જાણવા મળ્યું તો તેમના પર તગડો દંડ ફટકારવામાં આવશે અને શૈક્ષણિક સંસ્થાનનું રજિસ્ટ્રેશન રદ્દ કરી દેવામાં આવશે.

ચીનમાં ઈસ્લામ છોડવા માટે મુસ્લિમોને અપાય છે ક્રૂર યાતનાચીનમાં ઈસ્લામ છોડવા માટે મુસ્લિમોને અપાય છે ક્રૂર યાતના

English summary
all schools and colleges of kashmir will reopen from 3rd october
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X