રાહુલની જીદ આગળ ઝૂકી સરકાર, વટહુકમ પરત લેવાશે!
નવી દિલ્હી, 3 ઓક્ટોબર: આખરે કેન્દ્રની યુપીએ સરકાર કલંકિત સાંસદો અને વિધાયકોને બચાવવાના વિવાદાસ્પદ વટહુકમને પરત લેવાનો નિર્ણય કરી લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠમાં આ નિર્ણય ગઇકાલે લેવામાં આવ્યો છે.
કેબિનેટની બેઠકમાં માત્ર 15 મિનિટની અંદર જ આ નિર્ણય કરવામાં આવ્યો કે વટહુકમને રાષ્ટ્રપતિ પાસેથી પરત લેવામાં આવશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌથી પહેલા વટહુકમનો કડક શબ્દોમાં વિરોધ કર્યો હતો. બાદમાં તેમને આ મુદ્દે સોનીયા ગાંધીનો પણ સાથ મળી ગયો.

પ્રધાનમંત્રીએ બુધવારે બફોરે જ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી હતી. હાલમાં વટહુકમ રાષ્ટ્રપતિ પાસે જ છે. જાણકારી અનુસાર, વટહુકમથી રાષ્ટ્રપતિ નારાજ છે, આના કારણે જ સરકારને વટહુકમને પરત લેવાનો માર્ગ અપનાવ્યો છે.
આ પહેલા, સોનિયા ગાંધીએ મનમોહન સિંહને જણાવ્યું હતું કે વટહુકમ જનભાવનાની વિરુદ્ધ છે અને જનભાવનાનું સન્માન કરવું જોઇએ. કોંગ્રેસ કોર ગ્રુપે વડાપ્રધાનને જણાવ્યું હતું કે તેઓ સહયોગી દળોને વિશ્વાસમાં લઇને વટહુકમ પરત લેવાની તૈયારી કરે.
આ વટહુકમ પર વડાપ્રધાન મનમોહનસિંહની પહેલા ફજેતી થઇ ચૂકી છે. સરકારના મુખિયા અને કોંગ્રેસ પાર્ટીની વચ્ચે મતભેદો ખુલીને સામે આવી ચૂક્યા છે. જોકે પાર્ટી આ મહત્વના મુદ્દા પર પરદો ઢાંકવાની સંપૂર્ણ તાકાત લગાવી રહી છે.












Click it and Unblock the Notifications
