હરિયાણા સરકારે મૃતક રકબરના પરિવારને 8 લાખનો ચેક આપ્યો

રાજસ્થાનના અલ્વરમાં ગાયોની તસ્કરી કરવાની શંકામાં રકબર ખાન ભીડની હિંસાનો શિકાર બની ગયો. રકબર ખાન રાજસ્થાનના કોલગામનો રહેનાર હતો.

રાજસ્થાનના અલ્વરમાં ગાયોની તસ્કરી કરવાની શંકામાં રકબર ખાન ભીડની હિંસાનો શિકાર બની ગયો. રકબર ખાન રાજસ્થાનના કોલગામનો રહેનાર હતો. ભીડની હિંસાનો શિકાર બનેલા રકબર ખાનના પરિવારને હરિયાણા સરકારે 8 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી છે. પુંહલાના સબ ડિવિઝન મેજેસ્ટ્રેટ ઘ્વારા 5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. જયારે રાજ્યમંત્રી રહીશ ખાન ઘ્વારા 3 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે.

Alwar mob lynching

અલ્વર મોબ લિંચિંગમાં પોલીસની બેદરકારી પણ સામે આવી છે. સોમવારે રાજસ્થાનના સ્પેશ્યલ ડીજી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસે હાલત અનુસાર વસ્તુઓની પ્રાથમિકતા નક્કી કરવામાં ભૂલ કરી. સ્પેશ્યલ ડીજી એનઆરકે રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આખા મામલે મૃતકને હિરાસતમાં પીટવાના કોઈ પુરાવા નથી મળ્યા. પરંતુ ઘટના વખતે પહેલા શુ કરવું જોઈએ તે નક્કી કરવામાં ભૂલ થયી. આખા મામલે બેદરકારી દાખવવા બદલ એએસઆઇ મોહન સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર અલ્વરમાં રકબર ખાનની મૌત સતત પીટાઈ થવાને કારણે થયી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રકબર ખાનના શરીર પર 12 જગ્યાઓ પર ગંભીર ઇજાના નિશાન મળ્યા. ભીડની પિટાઈને કારણે રકબરનો એક હાથ, એક પગ અને પાંસળીઓ તૂટી ગયી. પિટાઈને કારણે રકબર ખાનને ઊંડો સદમો લાગ્યો અને તેની મૌત થઇ ગયી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X