Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નેશનલ વોર મેમોરિયલની મશાલમાં વિલીન થઇ ઇન્ડિયા ગેટની અમર જવાન જ્યોતિ

રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર આવેલી અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે સેમિલિત કરી દેવામાં આવી છે. આ સાથે ઈન્ડિયા ગેટ પર શહીદોની યાદમાં 50 વર્ષથી સળગતી અમર જવાન જ્યોતિ બંધ થઈ ગઈ છે. હવે વોર મેમોરિયલમ

રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર આવેલી અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે સેમિલિત કરી દેવામાં આવી છે. આ સાથે ઈન્ડિયા ગેટ પર શહીદોની યાદમાં 50 વર્ષથી સળગતી અમર જવાન જ્યોતિ બંધ થઈ ગઈ છે. હવે વોર મેમોરિયલમાં જ મશાલ પ્રગટાવવામાં આવશે. આજે 21 જાન્યુઆરીએ એક કાર્યક્રમમાં અમર જવાન જ્યોતિની જ્યોતને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે સમાવી દેવામાં આવી હતી. સેનાના જવાનોએ અમર જવાન જ્યોતિને ઈન્ડિયા ગેટથી નેશનલ વોર મેમોરિયલમાં લઇ જવાઇ હતી.

Amar Jawan Jyoti

અમર જવાન જ્યોતને ઈન્ડિયા ગેટ પર નેશનલ વોર મેમોરિયલની મશાલ સાથે ભેળવી દેવામાં આવી હતી. જે બાદ અમર જવાન જ્યોતિની મશાલ બંધ થઇ હતી. ઈન્ડિયા ગેટ પાસે 40 એકર જમીન પર લગભગ 176 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ વોર મેમોરિયલ પર મશાલ સળગાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશ સરકારે ભારતીય સૈનિકોની યાદમાં ઈન્ડિયા ગેટ બનાવ્યો હતો. 1971ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઈન્ડિયા ગેટ પર 'અમર જવાન જ્યોતિ' મશાલ પ્રગટાવવામાં આવી હતી. યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય સેનાના સૈનિકોને શ્રદ્ધાંજલિ રૂપે અમર જવાન જ્યોતિ ઈન્ડિયા ગેટની નીચે 24 કલાક સળગાવવામાં આવે છે.

વિપક્ષોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો

ઈન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે અમર જવાન જ્યોતિની જ્યોતના વિલિનીકરણ સામે વિરોધ પક્ષે સખત વાંધો ઉઠાવ્યો છે. ઈન્ડિયા ગેટ પરથી અમર જવાન જ્યોતિને આ રીતે હટાવવા બદલ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તે જ સમયે, સરકારે કહ્યું છે કે અમર જવાન જ્યોતિને માત્ર શિફ્ટ કરવામાં આવી છે.

ઈન્ડિયા ગેટ પર સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે

ઈન્ડિયા ગેટ પરથી અમર જવાન જ્યોતિ હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. પીએમ મોદીએ શુક્રવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે આખો દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, તેથી મને જણાવતા આનંદ થાય છે કે હવે ઈન્ડિયા ગેટ પર નેતાજીની ભવ્ય ગ્રેનાઈટ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. અને જ્યાં સુધી તે પ્રતિમા નહીં લાગે. તૈયાર છે, ત્યાં હોલોગ્રામ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, જેનું હું 23મી જાન્યુઆરીએ નેતાજીના જન્મદિવસે અનાવરણ કરીશ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X