મારી દીકરીઓ બહાર નીકળતા ડરે છે, આઝમ ખાને એસિડ ફેંકવાની ધમકી આપી છે

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સભ્ય અમરસિંહે આઝમ ખાન પર ફરીથી એક વાર નિશાન સાધ્યુ છે અને ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સભ્ય અમરસિંહે આઝમ ખાન પર થોડા દિવસો પહેલા જોરદાર હુમલો કર્યો હતો ત્યારબાદ આઝમ ખાને તમામ આરોપો ખોટા ગણાવ્યા હતા. વળી, ફરીથી એક વાર અમરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને આઝમ ખાન પર નિશાન સાધ્યુ છે અને ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

amarsingh

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમરસિંહે આઝમ ખાન પર હુમલા કર્યા. અમરસિંહે કહ્યુ કે જૂઠ બોલવાનો કોઈ ખિતાબ હોય તો તે આઝમ ખાનને આપવો જોઈએ. એક ટીવી ચેનલ પર આઝમ ખાનના નિવેદનનો ઉલ્લેખ કરતા અમરસિંહે કહ્યુ કે તે મને જૂઠા કહે છે. તેમણે કહ્યુ કે આઝમે મારા પરિવાર અને મને જાનથી મારવાની ધમકી આપી છે. અમરસિંહે કહ્યુ કે આઝમ ખાને દીકરીઓ પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. ત્યારબાદ મારી દીકરીઓ ઘરમાંથી બહાર નીકળતા ડરે છે.

તેમણે કહ્યુ કે પીએમ મોદી પર ગુજરાતના હુલ્લડોનું કલંક લગાવનાર આઝમ જણાવે કે મુઝફ્ફરનગર હુલ્લડ કેવી રીતે અલગ હતુ. શું ત્યાં લોકોના જીવ નહોતા ગયા. અમરસિંહે કહ્યુ કે તેમણે ચૂંટણી જીત્યા બાદ હિંદુઓ પર અત્યાચાર વધ્યા, હિંદુ દીકરીઓ પર અત્યાચાર વધ્યા. આઝમ ખાન પર અમરસિંહે ખૂબ ભડાસ કાઢી અને કહ્યુ કે આવા લોકોને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X