21 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા, જાણો નિયમો અને વિશેષ વ્યવસ્થા
મહામારી વચ્ચે આ વખતે વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માત્ર 15 દિવસની થશે. જાણો તેના નિયમો અને સમય.
મહામારી વચ્ચે આ વખતે વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માત્ર 15 દિવસની થશે. જમ્મુ કાશ્મીરમાં હિમાલયની ગુફામાં બિરાજિત બર્ફાની બાબાના દર્શન કરવા માટે આ વર્ષની અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈને 3 ઓગસ્ટે સમાપ્ત થશે. શિવભક્ત બર્ફાની બાબાની પવિત્ર ગુફામાં બરફથી બનેલ કુદરતી શિવલિંગના દર્શ આ સમય દરમિયાન જ કરી શકશો. આ યાત્રા માટે સરકારે નિર્દેશ જારી કર્યા છે. આવો જાણીએ શું છે એ નિર્દેશ.

21 જુલાઈથી શરૂ થશે અને 3 ઓગસ્ટે થશે સમાપ્ત
અમરનાથ યાત્રા શ્રી અમરનાથજી શ્રાઈન બૉર્ડ(એસએએસબી)ના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે જમ્મુ કાશ્મરીરના અનંતનાગ જિલ્લામાં સમુદ્ર તળથી 3880 મીટર ઉપર ગુફા મંદિરમાં યાત્રા અંગેની બધી વ્યવસ્થા કરે છે. અધિકારીઓએ જણાવ્યુ કે કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતની યાત્રાના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ વર્ષની યાત્રા 21 જુલાઈથી શરૂ થઈને 3 ઓગસ્ટે સમાપ્ત થશે. યાત્રા માટે પ્રથમ પૂજા શુક્રવારે આયોજિત કરવામાં આવી હતી.

55 વર્ષથી ઓછી વયની તીર્થયાત્રી જ કરી શકશે આ યાત્રા
અધિકારીઓના જણાવ્યા અનુસાર સાધુઓને છોડીને 55 વર્ષથી ઓછી વયના તીર્થયાત્રીઓને જ અનુમતિ આપવામાં આવશે. એસએએસબીના એક અધિકારીએ કહ્યુ કે યાત્રા શરૂ કરનારા બધા લોકો પાસે કોરોના વાયરસ ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ અને બધા આરોગ્ય સંબંધી ચેકઅપ પ્રમાણપત્ર હોવા જોઈએ. એસએએસબીના એક અધિકારીએ જણાવ્યુ કે યાત્રા શરૂ કરતા પહેલા યાત્રીઓને કોરોના વાયરસ માટે ક્રોસ ચેક કરવામાં આવશે.

રજિસ્ટ્રેશન ઑનલાઈન અને આરતીનુ થશે લાઈવ ટેલીકાસ્ટ
સાધુઓને છોડીને બધા તીર્થયાત્રીઓને યાત્રા માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે 15 દિવસ દરમિયાન સવારે અને સાંજે ગુફા મંદિરમાં થતી આરતીનુ દેશભરમાં ભક્તો માટે સીધુ પ્રસારણ કરવામાં આવશે.

બાલટાલ બેઝ કેમ્પથી હેલીકોપ્ટર
અધિકારીઓએ કહ્યુ કે સ્થાનિક મજૂરોની અનુલબ્ધતા અને બેઝ કેમ્પથી ગુફા મંદિર સુધી ટ્રેક જાળવી રાખવામાં મુશ્કેલીઓના કારણે યાત્રા 2020ને ગાંદરબલ જિલ્લામાં બાલટાલ બેઝ કેમ્પથી હેલીકોપ્ટરનો ઉપયોગ કરીને કેટરિંગ તીર્થ સ્થળ સુધી કરવામાં આવશે. યાત્રા 2020 માત્ર ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ થઈને નીકળશે. અધિકારીઓએ કહ્યુ, કોઈ પણ તીર્થયાત્રીને પહેલગામ માર્ગના માધ્યમથી આ વર્ષેની યાત્રા કરવાની અનુમતિ નહિ આપવામાં આવે. યાત્રા 2020નુ સમાપન 3 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમા પર થશે, જે દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ છે.
-
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે?







Click it and Unblock the Notifications
