For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલેજીયમ વિવાદ વચ્ચે સરકાર 3 દિવસમાં નવા જજોની નિયુક્તિને મંજૂરી આપશે, જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટમાં?

કેન્દ્ર સરકાર તરફથી હાજર એટર્ની જનરલ આર વેંકટરમણીએ કોર્ટને ખાતરી આપી કે સરકાર સમયરેખાનું પાલન કરશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસથી ભારત સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જજોની નિયુક્તિને લઈને ખેંચતાણ ચાલી રહી છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સામે આવી રહેલા સમાચાર અનુસાર હવે ભારત સરકાર સુપ્રીમ કોર્ટ સામે નરમ પડી છે. મળતી વિગતો અનુસાર હવે ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં 44 જજોની નિયુક્તિને મંજૂરી આપી દેશે.

suprem court

છેલ્લા કેટલાક દિવસથી સતત સુપ્રીમ કોર્ટ અને સરકાર તરફથી આ મુદ્દે ટિપ્પણીઓ આવી રહી છે. આ ઘટનાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટ નિયુક્તિમાં મોડું થવા સબંધિત યોજના પર કામ કરી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારને પેન્ડિંગ નામોને વહેલી તકે દૂર કરવા જણાવ્યું. બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી હાજર એટર્ની જનરલ આર વેંકટરમણીએ કોર્ટને ખાતરી આપી કે તે સમયરેખાનું પાલન કરશે અને કહ્યું કે હાઈકોર્ટના કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી 104 ભલામણોમાંથી જે સરકાર પાસે પેન્ડિંગ છે તેના 44 પર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ટૂંક સમયમાં આ નામોને પણ મંજૂરી અપાશે.

અહીં સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલને ન્યાયાધીશ તરીકે પદોન્નતિ માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલ પાંચ નામો વિશે પૂછવામાં આવતા એટર્ની જનરલે જણાવ્યું હતું કે આ અભિપ્રાયનો તફાવત છે. એટર્ની જનરલે એ પણ કહ્યું કે શું તમે તેને થોડા સમય માટે મુલતવી રાખશો? મને કેટલીક માહિતી આપવામાં આવી છે, પરંતુ તે અંગે મારો અલગ અભિપ્રાય હોઈ શકે છે.

હવે આ મામલે વધુ સુનાવણી 3 ફેબ્રુઆરીએ થશે. અહીં તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના કૉલેજીયમે છેલ્લે 5 જજોના નામ સૂચવ્યા હતા. આ જજોમાં રાજસ્થાન અને પટનાના મુખ્ય ન્યાયાધીશના નામ સામેલ હતા.

અહીંથી મોટો વિવાદ થયો અને સરકારે પેન્ડિંગ રહેલા 44 નામોને મંજૂરી ન આપી. આ મુદ્દે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે, ન્યાયાધીશો દ્વારા ન્યાયધીશોની નિયુક્તિ આદર્શ પ્રણાલી નથી. વિડમવાડ વધ્યા બાદ ગયા મહિને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોલેજીયમ દેશનો કાયદો છે. આ મુદ્દે ટિપ્પણી કરવાથી સારો મેસેજ નહિ જાય.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે એપ્રિલ 2021ના આદેશમાં સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે જો કોલેજિયમ સર્વસંમતિથી તેની ભલામણોનું પુનરાવર્તન કરશે તો કેન્દ્રએ ત્રણથી ચાર દિવસનો નિયુક્તિ કરવાની રહેશે.

English summary
Amid collegium controversy, the government will approve the appointment of new judges in 3 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X