For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Balakot Air Strikes Anniversary: અમિત શાહ અને રાજનાથ સિંહે કર્યા IAFના શૌર્યને સલામ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વાયુસેનાના શૌર્યને સલામ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બાલાકોટ એર સ્ટ્રાઈકને આજે બે વર્ષ પૂરા થઈ ગયા છે. 26 ફેબ્રુઆરી 2019 ભારતીય વાયુસેનાના જવાનોએ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પોને નષ્ટ કરી દીધા હતા. ભારતે આ સ્ટ્રાઈક પાકિસ્તાન પર 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલ એટેક બાદ કરી હતી. તમને જણાવી દઈએ કે પુલવામા હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા હતા અને 70 જવાન ઘાયલ થયા હતા. આજના ખાસ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વાયુસેનાના શૌર્યને સલામ કર્યા છે.

આપણા જવાનોની સુરક્ષા સૌથી પહેલા છેઃ અમિત શાહ

આપણા જવાનોની સુરક્ષા સૌથી પહેલા છેઃ અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, 'વર્ષ 2019માં આજના જ દિવસે ઈન્ડિયન એરફોર્સે પુલવામા આતંકી હુમલાનો જવાબ આપીને નવા ભારતની આતંકવાદ વિરુદ્ધ પોતાની નીતિને સ્પષ્ટ કરી કહ્યુ કે અમે ઈંટનો જવાબ પત્થરથી આપીએ છીએ. હું પુલવામાના વીર શહીદોનુ સ્મરણ અને વાયુસેનાની વીરતાને સલામ કરુ છુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ અને આપણા જવાનોની સુરક્ષા સર્વોપરિ છે.'

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

વળી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, 'બાલાકોટ એર સ્ટ્રાઈકની વર્ષગાંઠ પર હું ભારતીય વાયુસેનાના અસામાન્ય સાહસ અને પરિશ્રમને સલામ કરુ છુ. આપણને પોતાના સશસ્ત્ર બળો પર ગર્વ છે જે ભારતને સુરક્ષિત અને સુદ્રઢ રાખે છે.'

એર સ્ટ્રાઈકથી લીધો હતો બદલો

એર સ્ટ્રાઈકથી લીધો હતો બદલો

ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ 26 ફેબ્રુઆરીએ તેમની ટીમે પીઓકેમાં ઘુસીને એર સ્ટ્રાઈક કરી હતી. મિરાજ-2000 વિમાન રાતના અંધારામાં નિયંત્રણ રેખાને પાર કરીને પાકિસ્તાનના બાલાકોટ પહોંચ્યા અને ત્યાં જૈશ-એ-મોહમ્મદના શિબિરોને નષ્ટ કરી દીધા. આ બદલાને એર સ્ટ્રાઈક નામની ઓળખવામાં આવે છે. રિપોર્ટ મુજબ આ સ્ટ્રાઈકમાં 200થી વધુ આતંકી માર્યા ગયા હતા.

સુરતમાં 27 સીટોની જીતની ઉજવણી કરવા આવ્યા દિલ્લીના કેજરીવાલસુરતમાં 27 સીટોની જીતની ઉજવણી કરવા આવ્યા દિલ્લીના કેજરીવાલ

English summary
Amit Shah and Rajnath Singh salute exceptional courage of Indian Air Force Pulwama attack on Balakot Air Strike Second Anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X