For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે હિંદી ભાષાને દેશની ઓળખ બનાવવાની વકીલાત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે હિંદી ભાષામાં દેશને એક સૂત્રમાં બાંધવાની કાબિલિયત છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશને એક ભાષામાં બાંધવાની વાત કહી છે. અમિત શાહે કહ્યુ કે હિંદી ભાષામાં દેશને એક સૂત્રમાં બાંધવાની કાબિલિયત છે. દેશમાં એક ભાષાની જરૂરિયાત છે કે જે દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરે. હિંદી દિવસ પ્રસંગે અમિત શાહે કહ્યુ કે હિંદી મોટાપાયે બોલાતી ભાષા છે અને તે દેશને એક સૂત્રમાં બાંધી શકે છે. એટલુ જ નહિ અમિત શાહે અપીલ કરી રહી છે કે હિંદીને પ્રાથમિક ભાષા બનાવી શકાય છે. તેમણે કહ્યુ કે એ જરૂરી છે કે કોઈ એક ભાષા દેશનું પ્રતિનિધિત્વ કરે.

દરેક ભાષાનુ પોતાનુ મહત્વ

દરેક ભાષાનુ પોતાનુ મહત્વ

અમિત શાહે કહ્યુ કે ભારત અનેક ભાષાઓનો દેશ છે. દરેક ભાષાનુ પોતાનુ મહત્વ છે પરંતુ એ બહુ જરૂરી છે કે એક ભાષા હોવી જોઈએ જે દુનિયાભરમાં દેશનુ પ્રતિનિધિત્વ કરે. આજે જો કોઈ ભાષા દેશને એકજૂટ કરી શકતી હોય તો તે સૌથી વધુ બોલાતી હિંદી ભાષા છે. અમિત શાહે ટ્વીટ કરીને હિંદી ભાષાને દેશની ભાષા બનાવવાની વકીલાત કરી છે.

દેશની ભાષા

દેશની ભાષા

અમિત શાહે ટ્વીટ કરીને લખ્યુ, ભારત વિવિધ ભાષાઓનો દેશ છે અને દરેક ભાષાનુ પોતાનુ મહત્વ છે પરંતુ દેશની એક ભાષા હોવી અત્યંત આવશ્યક છે જે વિશ્વમાં ભારતની ઓળખ બને. આજે દેશને એકતાની દોરીમાં બાંધવાનુ કામ જો કોઈ એક ભાષા કરી શકે છે તો તે સર્વાધિક બોલાતી હિંદી ભાષા જ છે.

આ પણ વાંચોઃ Video: ભારતીય સૈન્યની કાર્યવાહીમાં માર્યા ગયેલા બે સૈનિકોના શબ લેવા સફેદ ઝંડા સાથે આવી પાક સેનાઆ પણ વાંચોઃ Video: ભારતીય સૈન્યની કાર્યવાહીમાં માર્યા ગયેલા બે સૈનિકોના શબ લેવા સફેદ ઝંડા સાથે આવી પાક સેના

હિંદી દિવસની હાર્દિક શુભકામનાઓ

શાહે લખ્યુકે આજે હિંદી દિવસના પ્રસંગે હું દેશના બધા નાગરિકોને અપીલ કરુ છુ કે અમે પોત પોતાની માતૃભાષાનો ઉપયોગ વધારે અને સાથે હિંદી ભાષાનો પણ ઉપયોગ કરીને દેશની એક ભાષાના પૂજ્ય બાપૂ અને લોખંડી પુરુષ સરદાર પટેલના સપનાને સાકાર કરવામાં યોગદાન આપો. હિંદી દિવસની હાર્દિક શુભકામનાઓ. અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડીએ પણ હિંદી દિવસની દેશવાસીઓને શુભકામના પાઠવી.

જેપી નડ્ડાએ પણ કરી વકીલાત

જેપી નડ્ડી ટ્વીટ કરીને લખ્યુ કે હિંદી ભારતમાં સર્વાધિક બોલાતી તેમજ સમજાતી ભાષા છે જે આપણે ભારતીયોને એકતાના સૂત્રમાં પરોવે છે તેમજ વિશ્વમાં આપણી ઓળખ પણ છે. તમે બધાને હિંદી દિવસની હાર્દિક શુભકામનાઓ. આવો આપણે બધા પોતાના દૈનિક જીવનમાં હિંદીના ઉપયોગના વધારવા તેમજ બીજાને પણ પ્રેરિત કરો.

English summary
Amit Shah bats for hindi language to make it language of India it unifies nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X