આઝાદી સૌથી મોટી જીત, મોદી સૌથી લોકપ્રિય નેતા: અમિત શાહ

Posted By:
Subscribe to Oneindia News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યુપીમાં બમ્પર જીત મેળવ્યા પછી એક પ્રેસ કોન્ફર્ન્સ સંબોધી હતી. જેની શરૂઆતમાં તેમણે લોકોને હોલી પહેલા શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે જે પરિણામો આવ્યા છે તે ખરેખર ઉત્સાહ વધારે તેવા છે. ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં અમે સરકાર બનાવવા જઇ રહ્યા છીએ. પંજાબમાં અમે હાર્યા છીએ પણ 30 ટકા વોટ અમને મળ્યા છે. આઝાદી પછી ઉત્તરાખંડ અને યુપીમાં ભાજપની આ સૌથી મોટી જીત છે. આ જીત, પ્રદેશની જનતા, નરેન્દ્ર મોદી અને કાર્યકરોની છે. તેમણે કહ્યું કે આ દ્વારા જનતાએ નોટબંધી પર મોહર લગાવી છે. અને જનધન, ઉજ્જવલા જેવી નાની યોજનાઓ પર લોકોએ પોતાનો ભરોસા વ્યક્ત કર્યો છે. આઝાદી પછી નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. અને ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશની જનતા દ્વારા સોંપવામાં આવેલી આ જવાબદારીને પૂરી વિનમ્રતાથી સ્વીકારે છે.

amit shah


લોકોની અપેક્ષા

જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિનો હવે અંત થશે. તે સાથે વિકાસ આધારિત હવેની ચૂંટણી થશે. તેમણે કહ્યું કે લોકોએ કામ કરતી સરકારનો સાથ આપ્યો છે. અને આઝાદી પર લોકતંત્રમાં કામ પર આધારિત વોટ મળવાના શરૂ થયા છે. ઉત્તર પ્રદેશના વિકાસના તમામ રસ્તાઓ ખુલી ગયા છે. અને લોકોએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તે પર અમે 100 ટકા સાબિત થઇને બતાવીશું.

અમેઠી-રાયબરેલી 6 સીટો
અમેઠી અને રાયબરેલીમાં ભાજપે 10માંથી 6 સીટો જીતી છે. 2014 કરતા અમારું આ વખતનું પ્રદર્શન જોરદાર છે. અને આવનારા સમયમાં દેશની રાજનિતીની દિશા નક્કી કરવામાં કામમાં આવશે.

માયાવતી
માયવતી પર અમિત શાહે કહ્યું કે તે કોઇ ટિપ્પણી નથી કરવા ઇચ્છતા. તેમના મનની સ્થિતિ હું સમજી શકું છું. વધુમાં તેમણે કહ્યું કે કાલે પીએમના સ્વાગત પછી સંસદીય બોર્ડની બેઠકમાં ચાર રાજ્યોમાં પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે તે નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની જનતા હિંદુ- મુસ્લમાનમાંથી બહાર નીકળી ગઇ છે. અને મતદાતા વિકાસની વાત કરતી સરકાર ઇચ્છે છે.

મુખ્યમંત્રી
તો જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે શું તમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવા માંગો છો તો તેમણે કહ્યું કે મારી જોડે બહુ કામ છે. હું તો યુપીનો વોટર પણ નથી. તેમણે કહ્યું કે જે યોગ્ય ઉમેદવાર હશે તેને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

English summary
Amit Shah briefs media after huge win in Uttar Pradesh key points.
Please Wait while comments are loading...