For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને કર્યો ગઠબંધન માટે ફોન તો મળ્યો આ જવાબ

સોમવારે અમિત શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો અને ગઠબંધન હેઠળ સીટોની વહેંચણી પર વાતચીત કરી.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં સૌથી વધુ લોકસભા સીટો આવે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લાંબા સમયથી ભાજપની સહયોગી રહેલી શિવસેના સાથે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધન પર વહેલી તકે મહોર લગાવવા ઈચ્છે છે. જો કે છેલ્લા કેટલાક સમયમાં શિવસેનાના ભાજપ સાથે મતભેદો વધ્યા છે. સોમવારે અમિત શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો અને ગઠબંધન હેઠળ સીટોની વહેંચણી પર વાતચીત કરી. સૂત્રો અનુસાર આ વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ શાહ સામે 1995 વિધાનસભા ચૂંટણીની ફોર્મ્યુલા રાખી. આ ફોર્મ્યુલા હેઠળ ભાજપે મહારાષ્ટ્રની 288 સીટોમાંથી 116 સીટો પર ચૂંટણી લડી હતી. જ્યારે શિવસેનાએ 'મોટા ભાઈ'ની ભૂમિકા નિભાવીને 169 સીટો પર ચૂંટણી લડી હતી.

મહારાષ્ટ્રમાં 1995માં ભાજપ-શિવસેનાએ બનાવી હતી સરકાર

મહારાષ્ટ્રમાં 1995માં ભાજપ-શિવસેનાએ બનાવી હતી સરકાર

આ ચૂંટણીમાં ભાજપ-શિવસેનાએ મળીને 138 સીટો જીતી હતી અને રાજ્યમાં પહેલી ગઠબંધન સરકાર બનાવી હતી. આ ચૂંટણીમાં ભાજપે 73 સીટો પર અને શિવસેનાએ 65 સીટો પર જીત મેળવી હતી. શિવસેનાના મનોહર જોશી આ ગઠબંધન સરકારના મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપ-શિવસેનાને ચૂંટણી બાદ અમુક અપક્ષ ઉમેદવારોનું પણ સમર્થન મળ્યુ હતુ.

ઉદ્ધવ ઠાકરે પેકેજ હેઠળ ઈચ્છે છે ગઠબંધન

ઉદ્ધવ ઠાકરે પેકેજ હેઠળ ઈચ્છે છે ગઠબંધન

આગામી લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી ઉપરાંત શિવસેના ઈચ્છે છે કે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન બાદ સરકાર બનવાની સ્થિતિમાં તે મુખ્યમંત્રી નક્કી કરે. શાહ જ્યાં લોકસભા ચૂંટણી માટે સમજૂતી પર મહોર લગાવવા માટે ઉત્સુક છે. ત્યાં ઉદ્ધવ ઠાકરેની પ્રાથમિકતા વિધાનસભા ચૂંટણી છે. તે એક પેકેજ સાથે વાતચીત કરવા ઈચ્છે છે જેમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ સમજૂતી થાય. જ્યાં એક તરફ બંને નેતાઓ વચ્ચે ગઠબંધન અંગે ભાવતાલ થઈ રહ્યો હતો. ત્યાં બીજી તરફ શિવસેનાના સાંસદ અને સીનિયર નેતા સંજય રાઉત આંધ્ર ભવન પહોંચ્યા. તે ત્યાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના મોદી સરકાર સરકાર સામે આયોજિત ધરણાનું સમર્થન કરવા પહોંચ્યા હતા. આના દ્વારા તે ભાજપને સંદેશ આપવા ઈચ્છે છે કે તેની પાસે અન્ય વિકલ્પ પણ છે.

પ્રશાંત કિશોરે ઉદ્ધવ ઠાકરે સાથે કરી હતી મુલાકાત

પ્રશાંત કિશોરે ઉદ્ધવ ઠાકરે સાથે કરી હતી મુલાકાત

જેડીયુના ઉપાધ્યક્ષ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ઉદ્ધવ ઠાકરેના ઘરે થયેલી મુલાકાત બાદ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર આ મુલાકાતમાં પ્રશાંત કિશોરે શિવસેનાને 28 લોકસભા સીટો પર લડવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આટલુ જ નહિ તેમણે 21 સીટો પર જીતનો દાવો પણ કર્યો હતો. જો કે શિવસેનાએ આના પર કોઈ આશ્વાસન તેમને આપ્યુ નથી. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ સ્પષ્ટ કરી દીધુ તે કે મહારાષ્ટ્રમાં ‘મોટા ભાઈ'ની ભૂમિકામાં રહેશે. શિવસેનાનું વલણ બિહારમાં જેડીયુ સાથે ગઠબંધન બાદ વધુ સખત થઈ ગયુ છે જેમાં તેમણે જેડીયુની વર્તમાન લોકસભામાં પાંચ સીટ છતા બરાબરીનું ગઠબંધન કર્યુ. જો કે શિવસેના 1995 ફોર્મ્યુલા હેઠળ વિધાનસભા ચૂંટણીમાં અડધી સીટો પર ગઠબંધન પર પણ માની શકે છે. એટલે કે 145 સીટો પર તે સંમત થઈ શકે છે. એવામાં આ ભાજપ માટે મોટુ નુકશાન હશે જેણે 2014ની વિધાનસભા ચૂંટણીમાં એકલા લડીને 122 સીટો જીતી હતી. જ્યારે શિવસેનાને 62 સીટો મળી હતી.

આ પણ વાંચોઃ હિંદુ કલ્યાણ મહાસભાઃ વેલેન્ટાઈન ડે પર લગ્ન કરનારને મળશે 51 હજારનું ઈનામઆ પણ વાંચોઃ હિંદુ કલ્યાણ મહાસભાઃ વેલેન્ટાઈન ડે પર લગ્ન કરનારને મળશે 51 હજારનું ઈનામ

English summary
amit shah dials Uddhav Thackeray to finalise seat sharing farmula in loksabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X