For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રીઓના નામ પર મંથન ચાલુ, સહયોગિઓ સાથે વાતચીત બાદ ફરી મોદીને મળવા પહોંચ્યા શાહ

મંત્રીઓના નામ પર મંથન ચાલુ, સહયોગિઓ સાથે વાતચીત બાદ ફરી મોદીને મળવા પહોંચ્યા શાહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહ બુધવારે બપોરે એક વાગ્યે ફરી પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. સરકારની રચના અને મંત્રાલયની વહેંચણીને લઈ બંને નેતાઓ વચ્ચે બેઠકોનો િલસિલો ચાલુ છે. મંગળવારે પણ શાહ અને મોદી વચ્ચે લાંબી બેઠક થઈ. બુધવારે અમિત શાહ નીતિશ કુમાર સહિત અન્ય કેટલાક સહયોગિઓ સાથે મુલાકાત બાદ ફરી પીએમ આવાસ પહોંચ્યા છે. ગુરુવારે સાંજે નવી સરકારનું શપથ ગ્રહણ થનાર છે.

મોદીને મળવા ફરી આવ્યા શાહ

મોદીને મળવા ફરી આવ્યા શાહ

નરેન્દ્ર મોદી અને અમીત શાહ વચ્ચે મંગળવારે સાંજે 5 વાગ્યે બેઠક મળી. મંત્રીમંડળમાં કયા-કયા ચેહરા સામેલ થશે, તેને લઈ સતત ચર્ચાઓ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપનાન નવા-જૂના ચેહરાઓમાં સમાધાનની સાથોસાથ એનડીએના દળોને મંત્રાલયની વહેંચણીને લઈ મોદી અને શાહ વચ્ચે લાંબી બેઠક થઈ રહી છે.

કોને કયું ખાતું મળશે?

કોને કયું ખાતું મળશે?

જણાવવામાં આવી રહ્યું છે કે 30 મેના રોજ પીએમ મોદીની સાથે 65 મંત્રી શપથ લઈ શકે છે, જેમાં નવા ચેહરા હોય શકે છે. નાણામંત્રી અરુણ જેટલીએ પત્ર લખી મંત્રી ના બનવાની વાત કહી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ વખતે ચૂંટણી નથી લડી. જ્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહનું નામ લોકસભા સ્પીકર માટે ચાલી રહ્યું છે. એવામાં આ ચેહરાઓની જગ્યા કોણ લેશે તે જોવું પણ દિલચસ્પ રહેશે. ભજપના અધ્યક્ષ અમિત શાહ પણ સરકારમાં સામેલ થાય તેવી ચર્ચા છે. એવામાં શાહના મંત્રાલયને લઈને પણ લોકોની જિજ્ઞાશા વધી ગઈ છે. નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રવિ શંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકર જેવા નામો પર પણ નજર છે. સહયોગી દળોની વાત કરવામાં આવે તો રામવિલાસ પાસવાન, હરસિમરત કૌર, અનુપ્રિયા પટેલ જેવા નેતા ફરીથી મંત્રી બની શકે છે. શિવસેના અને જેડીયૂના બે-બે નેતાને મંત્રી બનાવવામાં આવી શકે છે.

ભાજપની પ્રચંડ જીત

ભાજપની પ્રચંડ જીત

ભાજપે 17મી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. ભાજપે એકલા હાથે જ 303 સીટ જીતી હતી, જે બહુમતના જાદુઈ આંકડા 272થી 31 વધુ છે. જ્યારે એનડીએને 352 સીટ પર જીત મળી છે. કોંગ્રેસ માત્ર 52 સીટ જ જીતી શકી. ડીએમકેને 23 તો વાયએસઆર કોંગ્રેસ અને ટીએમસીને 22-22 સીટ પર જીત હાંસલ થઈ છે.

આખરી સમયે મમતાનો યૂટર્ન, કહ્યું- સોરી મોદીજી, શપથ ગ્રહણમાં નહિ આવુંઆખરી સમયે મમતાનો યૂટર્ન, કહ્યું- સોરી મોદીજી, શપથ ગ્રહણમાં નહિ આવું

English summary
amit shah- narendra modi started a discussion about allies and Ministerial Council
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X