પુલવામા હુમલા બાદ શૂટિંગમા વ્યસ્ત હતા મોદી, કોંગ્રેસના આરોપ પર અમિત શાહનો પલટવાર
પુલવામા હુમલોઃ કોંગ્રેસના આરોપો પર અમિત શાહનો પલટવાર
નવી દિલ્હીઃ પુલવામા હુમલા પર રાજકારણ ગરમાવો પકડી રહ્યું છે. કોંગ્રેસે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે પુલવામા હુમલા બાદ દેશ શોકમાં હતો અને તે સમયે પીએમ મોદી જિમ કાર્બેટ પાર્કમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ નિવેદન પર હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પલટવાર કર્ય છે. અમિત શાહે કહ્યું કે જે દિવસે પુલવામાની ઘટના બની, પીએમ મોદી એક કાર્યક્રમમાં હતા, તેને લઈ મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે જેટલા આરોપો લગાવવા હોય લગાવી લે.

કોંગ્રેસના આરોપો પર ભાજપનો પલટવાર
આંધ્રમાં શક્તિ કેન્દ્ર પ્રમુખ સમ્મેલનમાં બોલતાં અમિત શાહે કહ્યું કે દેશના પીએમ 24 કલાકમાંથી 18 કલાક કામ કરતા વ્યક્તિ છે. તેમની દેશની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર તમારા (કોંગ્રેસ) આરોપોની દેશની જનતા પર કોઈ અસર નહિ થાય. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જે કાશ્મીરને કારણે પાકિસ્તાન આવા આતંકી હુમલા કરાવી રહ્યું છે, તે કાશ્મીર સમસ્યાના જનક પંડિત નેહરૂ છે જેમના કારણે આજે કાશ્મીર ફસાયેલું છે. અમિત શાહે કહ્યું કે જો સરદાર પટેલ દેશના પહેલી પીએમ હોત તો દેશમાં આજે કાશ્મીરની સમસ્યા જ ન હોત.

કાશ્મીર સમસ્યા નેહરુની દેણઃ શાહ
જણાવી દઈએ કે પુલવામા હુમલા બાદ કોંગ્રેસે આજે મોદી સરકાર પર કેટલાય સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે પીએમ મોદીએ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રીય સોકની ઘોષણા નથી કરી જેથી સરકારી ખર્ચ પર થતી રાજનૈતિક સભા અટકી ન જાય. જ્યારે શહિદોના દેહ દિલ્હી એરપોર્ટ પર હતા, ત્યારે પીએમ મોદી મોડા આવ્યા. ઝાંસીથી તેઓ પહેલાં પોતાના ઘરે ગયા સીધા એરપોર્ટ ન ગયા.

પુલવામા હુમલા બાદ શૂટિંગમાં વ્યસ્ત હતા મોદીઃ કોંગ્રેસ
પુલવામા હુમલા પર કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પીએમ મોદીને પૂછ્યું હતું કે NSA અને ગૃહમંત્રીની વિફળતા તેઓ કેમ નથી સ્વીકારતા. કોંગ્રેસે પૂછ્યું કે આતંકવાદીઓને મોટી માત્રામાં આરડીએક્સ અને રોકેટ લૉન્ચર ક્યાંથી મળ્યા? હુમલાના 48 કલાક પહેલા જૈશ-એ-મોહમ્મદે વીડિયો જાહેર કરી ચેતવણી આપી હતી. 8 ફેબ્રુઆરીએ પણ એક ગુપ્ત રિપોર્ટ આવ્યો હતો. આ ચેતવણીને કેમ અવગણવામાં આવી?












Click it and Unblock the Notifications
