For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહીદ ભગતસિંહની આજે 113મી જયંતિ, અમિત શાહે ટ્વિટ કરીને કર્યા સલામ

અમિત શાહે ટ્વિટ કરીને શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અને તેમના ત્યાગને યાદ કર્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શહીદ ભગતસિંહની 113મી જયંતિ આજે છે. દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા નિભાવનાર, આઝાદી માટે પોતાની ઈચ્છા અને મજબૂત ઈરાદાથી અંગ્રેજી શાસનને હચમચાવી દેનાર શહીદ ભગતસિંહની જયંતિ પર આજે આખો દેશ તેમને નમન કરી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને સલામ કર્યા. અમિત શાહે ટ્વિટ કરીને શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અને તેમના ત્યાગને યાદ કર્યા.

amit shah

ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વિટમાં તેમની બહાદૂરી, મજબૂત ઈરાદા, તેમના પરિવર્તનકારી વિચારો અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કર્યા. અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ - 'પોતાના પરિવર્તનકારી વિચારો તેમજ અદ્વિતીય ત્યાગથી સ્વતંત્રતા સંગ્રામમાં નવી દિશા આપનાર અને દેશના યુવાનોમાં સ્વાધીનતાના સંકલ્પને જાગૃત કરનાર શહીદ ભગત સિંહજીના ચરણોમાં કોટિ-કોટિ વંદન. ભગત સિંહજી યુગો-યુગો સુધી આપણા બધા દેશવાસીઓ માટે પ્રેરણાના અક્ષુણ સ્ત્રોત રહેશે.'

તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભગતસિંહને યાદ કર્યા હતા. અમિત શાહ ઉપરાંત અન્ય મોટા નેતાઓએ ભગત સિંહને તેમની જયંતિ પર યાદ કરીને તેમને નમન કર્યા છે.

દેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 50 લાખને પારઃ આરોગ્ય મંત્રાલયદેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 50 લાખને પારઃ આરોગ્ય મંત્રાલય

English summary
Amit Shah paid tributes to Shaheed Bhagat Singh on his 113th birth anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X