For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામામાં શહીદ થયેલા 40 CRPFના જવાનોને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ, તેમના કેમ્પમાં રાત વિતાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

|
Google Oneindia Gujarati News

પુલવામાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આના માટે અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે પુલવામા જિલ્લાના લેથપોરામાં એક સ્મારક પર ગયા. જ્યાં બંનેએ 2019 દરમિયાન આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ત્યાં સ્મારક પર માલ્યાર્પણ કર્યુ અને સીઆરપીએફ કેમ્પમાં જ રાત પસાર કરી. બંનેએ અર્ધસૈનિક દળો સાથે ડિનર પણ કર્યુ.

શિબિરમાં રાત પસાર કરી

શિબિરમાં રાત પસાર કરી

અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ, 'હું અર્ધસૈનિક દળોના જવાનો સાથે સમય પસાર કરવા માંગતો હતો, તેમને મળવા માંગતો હતો, તેમના અનુભવો અને મુશ્કેલીઓને જાણવા માંગતો હતો અને કામ કરવાની ભાવના બતાવવા માંગતો હતો. માટે અમે પુલવામાના લેથપોરા સીઆરપીએફ કેમ્પમાં પોતાના બહાદૂર સૈનિકો સાથે લંચ કર્યુ. તેમની સાથે રોકાયો. આના માટે તેમના શિબિરમાં રાત પસાર કરી.'

જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં થયો સુધારો

જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં થયો સુધારો

શાહે કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. તેમણે કહ્યુ કે, 'તેમને આશા છે કે આપણે પોતાના જીવનકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પરિકલ્પિત એક શાંતિપૂર્ણ જમ્મુ અને કાશ્મીરનો અહેસાસ કરવામાં સક્ષમ હોઈશુ.'

પત્થરબાજી પર લગામ

પત્થરબાજી પર લગામ

કાશ્મીરમાં પત્થરબાજી પર લગામ કસવાની વાત કરીને કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ, 'પત્થરબાજીની ઘટનાઓ ત્યારે જ જોવા મળે છે જ્યારે આપણા સુરક્ષાબળો આતંદવાદીઓની સર્ચ કરવાની કોશિશ કરે છે. એક સમય હતો...જ્યારે કાશ્મીરમાં પત્થરબાજી સામાન્ય વાત હતી.' તેમણે કહ્યુ કે, 'આ પ્રકારની ઘટનાઓ ઘણી હદ સુધી ઘટી ગઈ છે. પરંતુ, હું કહેવા માંગુ છુ કે સંતુષ્ટ થવાની જરૂર નથી. આપણે ધ્યાન રાખવુ પડશે.'

English summary
Amit Shah pays tribute to 40 CRPF jawans in Pulwama, spent the night at the CRPF camp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X