For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે જણાવ્યો 2019માં જીતનો મંત્ર, આ રાજ્યો બનાવશે ફરીથી મોદી સરકાર

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક વાર ફરીથી દાવો કર્યો છે કે તેમની પાર્ટી પૂર્વોત્તર રાજ્યો, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સારા પરિણામો લઈને આવશે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક વાર ફરીથી દાવો કર્યો છે કે તેમની પાર્ટી પૂર્વોત્તર રાજ્યો, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સારા પરિણામો લઈને આવશે. તેમણે કહ્યુ કે જો તેમની પાર્ટીને કોઈ અન્ય રાજ્યમાં સીટો ઓછી થશે તો આની ભરપાઈ આ રાજ્યોમાંથી થશે અને ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત મળશે. એક કાર્યક્રમ દરમિયાન બોલતા શાહે કહ્યુ કે પૂર્વોત્તર રાજય, ઓડિશા અને પશ્ચિમ બંગાળ અમને 35-40 સીટો જીતીને આપશે.

બંગાળમાં 23 સીટો જીતશે

બંગાળમાં 23 સીટો જીતશે

અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યુ કે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં કેટલી સીટો પર જીત નોંધાવશે તો તેમણે કહ્યુ કે અમે અહીં 23 સીટો જીતીશુ. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સતત પોતાની ગતિવિધિઓ વધારી રહી છે અને મમતા સરકાર પર જોરદાર હુમલા કરી રહી છે. પાર્ટીના દિગ્ગજ નેતા અહીં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં 2 સીટો પર જીત નોંધાવી હતી.

પૂર્વોત્તર રાજ્યોમાં 20-21 સીટોનું લક્ષ્ય

પૂર્વોત્તર રાજ્યોમાં 20-21 સીટોનું લક્ષ્ય

અમિત શાહે કહ્યુ કે ભાજપે પૂર્વોત્તર રાજ્યોમાં 20-21 સીટો પર જીતવાનું લક્ષ્ય બનાવ્યુ છે. વળી નાગરિકતા સુધારા બિલ પર શાહનું કહેવુ છે કે અમે નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક ગઠબંધન સાથે મળીને અમે જે કામ કર્યુ છે તેના આધારે અમને એ વાતનો ભરોસો છે કે પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને વધુ સીટો મળશે. તમને જણાવી દઈએ કે ગઈ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઓડિશામાં કુલ 8 સીટો પર જીત મેળવી હતી.

ઓડિશામાં બનાવીશુ સરકાર

ઓડિશામાં બનાવીશુ સરકાર

વળી, અમિત શાહે એ દાવો પણ કર્યો છે કે ભાજપ ઓડિશામાં માત્ર સારુ પ્રદર્શન કરશે એટલુ નહિ રાજ્યમાં સરકારની રચના પણ કરશે. ઉલ્લેખનીય છે કે ઓડિશામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવામાં આવશે. દેશભરમાં લોકસભા ચૂંટણી કુલ 7 તબક્કામાં કરાવાશે. પહેલા તબક્કામાં મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કામાં મતદાન 19 મેના રોજ થશે. જ્યારે ચૂંટણી પરિણામ 23મેના રોજ ઘોષિત કરવામાં આવશે.

પીએમ નંબર 1

પીએમ નંબર 1

અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યુ કે પાર્ટીમાં નંબર બે કોણ છે તો તેમણે કહ્યુ કે પાર્ટીમાં માત્ર એક જ નંબર છે અને તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તેમની પછી તમે નંબર બે તમે કોને જોશો. જ્યાં સુધી નેતૃત્વની વાત છે હું દુનિયાની સૌથી મોટી પાર્ટીનું નેતૃત્વ કરીને ખુશ છુ અને ઘણીવાર પોતાના વરિષ્ઠ નેતાઓના સૂચનો લેતો રહુ છુ.

12 વખત ફેલ થઈ છે પ્રિયંકા

12 વખત ફેલ થઈ છે પ્રિયંકા

ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીના આવવાથી શું પ્રભાવ પડશે તેના પર શાહે કહ્યુ કે આ તેમની પહેલી એન્ટ્રી નથી. તે પાર્ટી માટે 12 વર્ષોથી પ્રચાર કરી રહી છે અને દરેક વખતે નિષ્ફળ ગઈ છે. આ 13મી વાર છે, જોઈએ છે કે તે શું કરી શકે છે. મિશન શક્તિની પીએમ મોદીએ જે રીતે ઘોષણા કરી તેના પર ઉઠા રહેલા સવાલો પર શાહે કહ્યુ કેઆ રીતની ઘોષણા પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ઘણી વાર કરી છે. ચૂંટણી કમિશને પીએમ મોદીને ક્લિન ચિટ આપી છે. અમિત શાહે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીએ પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી પરંતુ તે દેશને નામ સંબોધન હતુ. એવામાં જો પ્રધાનમંત્રી આની ઘોષણા નહિ કરે તો કોણ કરશે, વિપક્ષના નેતા.

આ પણ વાંચોઃ મોત સાથે રમે છે 3 વર્ષની બાળકી, મગરમચ્છનો મેકએપ કરે, અજગરને કરાવે બ્રશઆ પણ વાંચોઃ મોત સાથે રમે છે 3 વર્ષની બાળકી, મગરમચ્છનો મેકએપ કરે, અજગરને કરાવે બ્રશ

English summary
Amit Shah reveals the victory mantra in lok sabha elections in 2019 these sates are key.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X