For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે કોરોનાને આપી મ્હાત, નેગેટીવ આવ્યો રિપોર્ટ

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિત ગૃહમંત્રી અમિત શાહનો લેટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. તેમનો નવો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિત ગૃહમંત્રી અમિત શાહનો લેટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. તેમનો નવો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આની માહિતી તેમણે ખુદ ટ્વિટ કરીને આપી છે. તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમિત થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં બે ઓગસ્ટથી ભરતી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમનો રોજ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા.

amit shah

ગૃહમંત્રી અમિત શાહે આજે ટ્વિટ કરીને લખ્યુ કે આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હું ઈશ્વરનો આભાર માનુ છુ અને આ સમયે જે લોકોએ મારા આરોગ્યલાભ માટે શુભકામનાઓ આપીને મને અને મારા પરિવારજનોને સાંત્વના આપી તે બધાનો હ્રદયથી આભાર વ્યક્ત કરુ છુ. ડૉક્ટર્સની સલાહ પર હજુ વધુ દિવસો સુધી હોમ આઈસોલેશનમાં રહીશ. કોરોના નેગેટીવ આવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુરુગ્રામની હોસ્પિટલના બધા ડૉક્ટર્સનો પણ આભાર માન્યો જેમણે કોરોનાથી સ્વસ્થ થવામાં તેમની મદદ કરી.

વળી, અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ કે કોરોના સંક્રમણથી લડવામાં મારી મદદ કરનાર અને મારો ઈલાજ કરનાર મેદાંતા હોસ્પિટલના બધા ડૉક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરુ છુ. ઉલ્લેખનીય છે કે 2 ઓગસ્ટના રોજ અમિત શાહની કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. આની માહિતી તેમણે ખુદ ટ્વિટ કરીને આપી હતી. તેમણે કહ્યુ હતુ કે સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોનાની તપાસ કરાવી લો. અત્યાર સુધી મોદી સરકારના ઘણા મંત્રી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અમિત શાહ બાદ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રીપદ નાયક સહિત ઘણા મંત્રી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.

રાજસ્થાનઃ CM અશોક ગહેલોતે વિધાનસભામાં બહુમત સાબિત કર્યોરાજસ્થાનઃ CM અશોક ગહેલોતે વિધાનસભામાં બહુમત સાબિત કર્યો

English summary
Home Minister Amit Shah tests negative for COVID 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X