For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના બાગપતમાં આજે ચૂંટણી રેલીને સંબોધિત કરશે અમિત શાહ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બાગપતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

બાગપતઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બાગપતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. બાગપત જાટ બહુમત ધરાવતો વિસ્તાર છે એવામાં અમિત શાહ જાટ સમાજને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં વોટ કરવા માટે રેલીને સંબોધિત કરશે. મહત્વની વાત છે કે જાટ સમાજે મોટી સંખ્યામાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હતો. એવામાં ભાજપ માટે બાગપત ઘણુ મહત્વનુ છે. બાગપતમાં રેલી દ્વારા અમિત શાહ છપરૌલી, બરૌત, બાગપત વિધાનસભા સીટોને ભાજપના પક્ષમાં કરવાની કોશિશ કરશે. આ બધી સીટો પર મતદાન 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કામાં થશે.

amit shah

અમિત શાહ બાગપત બાદ અમરોહામાં પણ ચૂંટણી રેલીને સંબોધિત કરશે.આ મહિનાની શરુઆતમાં અમિત શાહે પશ્ચિમ ઉત્તર પ્રદેશના લગભગ 200 જાટ લીડરો સાથે નવી દિલ્લીમાં ભાજપ એમપી પરવેશ વર્માના ઘરે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે, 'તમારા(જાટ) અને અમારી(ભાજપ) વચ્ચે અમુક સમાનતાઓ છે. તમે 650 વર્ષો સુધી મુઘલો સાથે લડ્યા. જાટ માત્ર પોતાના વિશે નથી વિચારતા પરંતુ હંમેશા દેશની સુરક્ષા વિશે વિચારે છે એ જ રીતે ભાજપની એ જ વિચારધારા છે.'

403 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચના રોજ એમ સાત તબક્કામાં મતદાન યોજાશે. મતોની ગણતરી 10 માર્ચે યોજવામાં આવશે.

English summary
Amit Shah to hold election rally in Bhagpat in favour of BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X