For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા મુખ્યાલયમાં ટિકિટ માંગવા માટે લોકોની ભીડ જામી

લોકસભા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પસંદગી ખુબ જ ઝડપથી કરી રહી છે. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ મામલે બુધવારે દિલ્હીના ભાજપા મુખ્યાલયમાં હાજર હતા.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પસંદગી ખુબ જ ઝડપથી કરી રહી છે. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ મામલે બુધવારે દિલ્હીના ભાજપા મુખ્યાલયમાં હાજર હતા. ભાજપે હજુ સુધી લોકસભા ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવારનું નામ બહાર નથી પાડ્યું. જયારે કોંગ્રેસ, સપા, ટીએમસી સહીત ઘણી પાર્ટીઓ ઘ્વારા કેટલીક સીટો પર પોતાના ઉમેદવારના નામનું એલાન કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણીના કાર્યક્રમનું એલાન કર્યું છે. દેશમાં આ વખતે સાત તબક્કામાં ચૂંટણી થશે. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થશે, તેવી સ્થિતિમાં ભાજપ ખુબ જ જલ્દી પાર્ટીના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે.

આ પણ વાંચો: મોદીનું થશે પુનરાવર્તન કે પછી નવી સરકાર? આ મુદ્દા નક્કી કરશે દેશનું ભવિષ્ય

અમિત શાહે અલગ રણનીતિ બનાવી

અમિત શાહે અલગ રણનીતિ બનાવી

બુધવારે દિલ્હી ભાજપા કાર્યાલયમાં ટિકિટ માંગવા માટે લોકોની ભીડ જામી હતી. અમિત શાહ આ અવસરે ત્યાં હાજર હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસની ખબર અનુસાર અમિત શાહે ટિકિટ માંગવા આવેલા ઉમેદવારોને નિરાશ નહી કર્યા. પાર્ટીના મહાસચિવ રામલાલ સાથે મળીને તેમને ટિકિટ ઈચ્તા બધા લોકો સાથે મુલાકાત કરી. આ મુલાકાત ગ્રાઉન્ડ ફ્લોર હોલમાં કરવામાં આવી ટિકિટ માંગવા આવેલા બધા જ લોકોએ અમિત શાહને પોતાનો બાયોડેટા અને તેમના વિસ્તારમાં ચાલતી માહિતી આપી.

અમિત શાહે ટિકિટ માંગવા આવેલા લોકોને ખુશ કર્યા

અમિત શાહે ટિકિટ માંગવા આવેલા લોકોને ખુશ કર્યા

અમિત શાહ સાથે મુલાકાત કર્યા પછી ઉમેદવારો ખુશ જોવા મળ્યા. તેમને આનંદ હતો કે અમિત શાહે તેમની સાથે મુલાકાત કરીને તેમની વાત સાંભળી. પરંતુ હજુ સુધી ટિકિટ અંગે કોઈ જ નિર્ણય નથી લેવામાં આવ્યો. અમિત શાહ બધા સાથે માંડ્યા તેને કારણે પાર્ટીના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.

રાષ્ટ્રીય સુરક્ષાને ભાજપે ચૂંટણી મુદ્દો બનાવ્યો

રાષ્ટ્રીય સુરક્ષાને ભાજપે ચૂંટણી મુદ્દો બનાવ્યો

ભાજપાએ આવનારી લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષાને ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. એર સ્ટ્રાઇક અંગે તેઓ કોંગ્રેસ પર સતત પ્રહાર કરી રહ્યા છે. ખરેખર કોંગ્રેસના કેટલાક નેતાઓએ સરકાર પાસે એર સ્ટ્રાઇક અંગે પુરાવા માંગ્યા હતા, તેને કારણે ભાજપ હવે કોંગ્રેસ પર દેશની સુરક્ષા મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહી છે.

English summary
Amit shah took bio data of candidates for lok sabha elections 2019 in bjp headquaters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X