56 વર્ષના થયા અમિત શાહ, પીએમ મોદીએ ખાસ અંદાજમાં મિત્રને આપી શુભકામના
નવી દિલ્લીઃ દેશના ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ આજે 56 વર્ષના થઈ ગયા છે. આ ખાસ પ્રસંગે દેશના પીએમ મોદીએ ખૂબ જ ખાસ અંદાજમાં પોતાના પ્રિય મિત્રને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. પીએમે આજે સવારે ટ્વિટ કર્યુ છે કે, 'દેશની પ્રગતિમાં જે સમર્પણ અને ઉત્કૃષ્ટતા સાથે અમિત શાહ તમે યોગદાન આપી રહ્યા છો, આપણે દેશ સાક્ષી બની રહ્યો છે, હું તમારા લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરુ છુ, તમારા રાષ્ટ્ર અને જનહિત પ્રત્યે વિઝન, નેતૃત્વ, અનુભવ અને દૂરદર્શિતાનો લાભ સદૈવ મળતો રહે.'

જય-વીરુની જોડી કહેવાય છે મોદી-શાહની જોડી
તમને જણાવી દઈએ કે દેશની રાજનીતિમાં જય-વીરુની જોડીના નામથી પ્રખ્યાત શાહ-મોદીની દોસ્તીએ સફળતાનો નવો ઈતિહાસ લખ્યો છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈના એક સંપન્ન પરિવારમાં થયો હતો. શાહ માત્ર 16 વર્ષની ઉંમરે આરએસએસ સાથે જોડાયા હતા અને તે એબીવીપીના કાર્યકર્તા પણ હતા. પોતાની કુશળતા અને સક્રિયતાના દમ પર તે માત્ર બે વર્ષની અંદર એબીવીપી ગુજરાત એકમના સંયુક્ત સચિવ બની ગયા હતા. પીએમ મોદી સાથે શાહની મુલાકાત 1986માં થઈ હતી અને ત્યારબાદથી બંને સારા દોસ્ત બની ગયા અને પછી દોસ્તોની આ જોડીએ સફળતાનો નવો ઈતિહાસ લખ્યો, આ બંનેની જોડી લોકો માટે મિસાલ બની ગઈ.

38 વર્ષ જૂની છે દોસ્તી
આ દોસ્તી આગળ સમગ્ર ભારતે ત્યારે શિશ ઝૂકાવી લીધુ જ્યારે યુપીમાં અંતિમ શ્વાસ લઈ રહેલી ભાજપે પ્રચંડ જીત મેળવી, લોકોએ આ જીતને મોદી-શાહની સુનામી ગણાવી. આ તો મોદી અને શાહની ઉંમરમાં ઘણો ફરક છે પરંતુ બંનેની દોસ્તી પર ઉંમરનો તફાવત પણ મહત્વ નથી રાખતો. મોદીના સ્વજનો કહે છે કે પીએમ મોદી બહુ ઓછા લોકો પર ભરોસો કરે છે અને ઘણા ઓછા લોકો જ તેમની નજીક છે પરંતુ એ ઓછા લોકોમાં સૌથી ઉપરનુ નામ અમિત શાહનુ છે જે તેમના હમરાઝ અને રાજનીતિમાં હમસફર બની ચૂક્યા છે. મોદી અને અમિત શાહની દોસ્તી 38 વર્ષ જૂની છે.

શાહ સાથે મોદીએ ગુજરાતમાં હેટ્રિક પૂરી કરી..
આ 38 વર્ષોમાં મોદી અને અમિત શાહે દેશની રાજનીતિને ખૂબ જ નજીકથી જોઈ છે. શાહ સાથે મોદીએ ગુજરાતમાં હેટ્રિક પૂરી કરી હતી તો વર્ષ 2002ના હુલ્લડમાં દુઃખ અને દંશ પણ સહન કર્યો હતો. એટલુ જ નહિ અમિત શાહ જ્યારે જેલમાં હતા ત્યારે તેમના પરિવારને પણ સંભાળવાનુ કામ મોદીએ જ કર્યુ હતુ. આ પરસ્પર બંનેની સમજદારી અને પ્રેમ જ છે જે મોદીએ બધા લોકોને બાજુએ મૂકીને વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીના પ્રભારી અમિત શાહને બનાવ્યા અને અમિત શાહે મોદીને પાર્ટીની જીતની ભેટ આપી.

મોદી-શાહની જોડીએ રચ્યો ઈતિહાસ
ઉત્તર પ્રદેશમાં ત્રણ ચતુર્થાંશ બહુમત, ભાજપ જ નહિ, સંઘ પરિવાર અને તેમની વિચારધારા સાથે સંમતિ ધરાવનારા માટે સપના સાચા પડવા જેવુ હતુ. આ સાથે જ મોદી અને શાહની જોડીએ ભારતના ચૂંટણી રાજકારણમાં સૌથી મોટી રેખા ખેંચી દીધી. અટલ-અડવાણીના દોરમાં બનેલી આ જોડી રાજનીતિમાં ત્રીજો દશક પૂરો કરી રહી છે.
ભાઈની દુલ્હન જોઈ ભાવુક થઈ કંગના, શેર કર્યો Video