રાહુલ ગાંધી ખોટા છે, રાફેલ મુદ્દે માફી માંગેઃ અમિત શાહ
રાહુલ ગાંધી ખોટા છે, રાફેલ મુદ્દે માફી માંગેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે તપાસની માગણી રદ કરી દીધા બાદ અમિત શાહે કહ્યું કે જૂઠાંના પગ નથી હોતા તે અદાલતે સાબિત કરી દીધું છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે રાફેલ ડીલને લઈ ભ્રમ ફેલાવ્યો પરંતુ સુપ્રીમ કોર્ટમાં આ સાબિત થઈ ગયું કે ડીલ સાફ-સુથરી છે અને આમાં કોઈ ગડબડ નથી થઈ. જણાવી દઈએ કે શુક્રવારે 36 રાફેલ ફાઈટર જેટની ખરીદવા મામલે કોર્ટની દેખરેખમાં તપાસની માગણીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

રાફેલ પર માત્ર જૂઠ ફેલાવ્યું
અમિત શાહે કહ્યું કે રાફેલ ડીલના સંબંધમાં સુપ્રીમ કોર્ટના ફેસલાનું અમે સ્વાગત કરીએ છીએ. આજે સત્યની જીત થઈ છે. દેશની આઝાદી બાદ એક કોરાં જૂઠના આધારે દેશની જનતાને ભટકાવવાનો આનાથી મોટો પ્રયાસ ક્યારેય નથી થયો અને આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ પ્રયાસ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષે કર્યો.

રાહુલ ગાંધી માફી માંગે
અમિત શાહે કહ્યું કે જેવી રીતે આ મામલે રાહુલ ગાંધીએ દેશને ગુમરાહ કર્યો છે, તેના માટે તેમણે માફી માંગવી જોઈએ. રાફેલ ખરીદવાના સંબંધમાં દેશની જનતાને ભટકાવવા અને સેનાની વચ્ચે સંદેશ પેદા કરવા માટે રાહુલ ગાંધીએ દેશની જનતાની માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપે કે તેઓ શેના આધારે દેશની જનતાને ગુમરાહ કરી રહ્યા હતા. શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ એ પણ જણાવવું જોઈએ કે કોના કહેવા પર તેમણે સરકાર પર ખોટા આરોપો લગાવ્યા. સતત પીએમને ચોર કહેવામાં આવ્યા, ચોકીદાર હી ચોર હૈના નારા લગાવવામાં આવ્યા, આના માટે રાહુલે માફી માંગવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે તપાસની માંગણી નકારી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાફેલ ડીલમાં કહેવામાં આવ્યું કે આમાં કોઈ વિશેષ ખામી નથી. કેન્દ્રના ફેસલા પર સવાલ ઉઠાવવો ઠીક નહી રહે. કોર્ટે કહ્યું કે વિમાનની ક્ષમતા પર શક કરવો ઠીક નથી. આ મામલામાં તપાસની કોઈ જરૂર નથી. અગાઉ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેંચે પોણા ચાર કલાક લાંબી સુનાવણી બાદ 14 નવેમ્બરે પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
