For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની સરકારમાં અમિત શાહને મળશે મહત્વપૂર્ણ જવાબદારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 22 મે: લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બધાને ચોંકાવતાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે. જ્યાં ભાજપાએ 283નો આંકડો પાર કરી લીધો તો બીજી તરફ કોંગ્રેસ હાથ ખાલી રહી ગયો છે. કોંગ્રેસને એટલી સીટો આવી નથી જેટલી ભાજપને ઉત્તર પ્રદેશમાં પ્રાપ્ત કરી છે.

યુપીમાં કિલ્લો ફતેહ કરનાર ભાજપના તાકતવર નેતા અમિત શાહ હાલ ચર્ચામાં છે. દેશના ભાવિ વડાપ્રધાનમંત્રી બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદીને તે ખાસમખાસ છે. એવામાં જ્યારે અમિત શાહે ભારતીય જનતા પાર્ટીને યુપીમાં જીત અપાવી દિધી છે તો માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારમા6 તેમને મહત્વપૂર્ણ રોલ આપવામાં આવી શકે છે.

પહેલા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે અમિત શાહને ગુજરાતની ગાદી મળશે પરંતુ ગુજરાતમાં આનંદીબેન પટેલને પોતાના ઉત્તરાધિકારી બનાવીને નરેન્દ્ર મોદીએ અમિત શાહને દિલ્હીમાં જ જાળવી રાખવાની તસવીર સ્પષ્ટ કરી દિધી છે. ગુજરાતમાં આનંદીબેન અને અમિત શાહને નરેન્દ્ર મોદીની બે આંખો માનવામાં આવી રહી છે. એટલા માટે નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે આનંદીબેનની સાથે અમિત શાહના નામ પણ ચર્ચામાં હતા.

નરેન્દ્ર મોદીની સરકાર બનવા પર સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે નરેન્દ્ર મોદી અમિત શાહને પોતાના સાથે સરકારમાં રાખી શકે છે. જો કે સરકારમાં સામેલ હોવાના મુદ્દે અમિત શાહની રાહમાં એક બાધા પણ છે. જોકે અમિત શાહ પર રમખાણો અને બનાવટી એન્કાઉટરનો કેસ ચાલી રહ્યો છે. એવામાં જો કોર્ટ જો કોર્ટમાંથી તેમના વિરૂદ્ધ ચૂકાદો આવે છે તો નરેન્દ્ર મોદી સરકારની બેઇજ્જતી થશે.

amit-shah-22 may

એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અમિત શાહ સંગઠનમાં જ સક્રિય રહીને નરેન્દ્ર મોદીની મદદ કરતા રહેશે. યુપીમાં બંપર જીત અપાવનાર અમિત શાહને આગામી વિધાનસભા ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી શકે છે. નરેન્દ્ર મોદીનો પ્રયત્ન રહેશે કે આ બધા રાજ્યોને ફતેહ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશની સફળતાને ધ્યાનમાં રાખતાં અમિત શાહને આ રાજ્યોમાં ચૂંટણી વ્યવસ્થાની કમાન સોંપવામાં આવી શકે છે.

એક અંદેશા એવો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે રાજનાથ સિંહ બાદ જ્યારે પાર્ટીના નવા અધ્યક્ષની જરૂરિયાત છે તો આ પદ માટે અમિત શાહના નામ પર મોહર લગાવવામાં આવી શકે છે. જો કે અમિત શાહને પાર્ટીની કમાન સોંપવાની સંભાવના નથી, કારણ કે સરકાર અને સંગઠનની કમાન ગુજરાતને સોંપવામાં ન આવી શકે. એટલા માટે એ ચર્ચા છે કે અમિત શાહ સંગઠનમાં જ રહીને નરેન્દ્ર મોદીની મદદ કરતા રહેશે.

English summary
Amit Shah Will Get Special Responsibility in Nraendra Modi Government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X