માયાનગરીમાં અમૃતા પ્રિતમના પુત્ર કાવત્રાની હત્યા

Amrita Pritam son
મુંબઇ, 15 સપ્ટેમ્બર: માયાનગરી મુંબઇમાં ફિલ્મ જગત સાથે સંકળાયેલા સનસનીખેજ સમાચાર આવ્યા છે. બોરીવલી વિસ્તારમાં ગળું દબાવીને એક ફાઇનાન્સરની હત્યા કરવામાં આવી છે. ફાઇનાન્સરની લાશ તેના ઘરેથી મળી આવી છે. પોલીસે લાશ પર કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસ આસપાસના લોકોને પૂછપરછ કરી રહી છે જેનાથી તપાસને એક દિશા મળી શકે છે. મળતી માહિતી મુજબ 65 વર્ષીય બૉલીવુડ ફિલ્મ ફાઇનાન્સર કાવત્રાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. કાવત્રા નામચીન લેખિકા અમૃતા પ્રિતમના પુત્ર હતા.

જાણકારી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘરની સીલ કરી દીધું હતું. પોલીસના ઉપરી અધિકારીઓએ જણાવ્યું હતું કે જે સમયે કાવત્રાની હત્યા થઇ તે સમયે તે ઘરે એકલાં હતા. લગભગ 12 વાગ્યે તે ઘરમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા. બિલ્ડિંગના ગાર્ડે જણાવ્યું હતું કે 11ની આસપાસ ત્રણ લોકો તેમના ઘરે આવ્યા હતા. તે ત્રણ લોકો ઉતાવળમાં ઘરમાંથી બહાર નીકળ્યાં હતાં. કાવત્રા બોરીવલીની એલઆઇસી કૉલોનીના ફ્લેટમાં એકલા રહેતાં હતાં અને તેમની પત્ની દિલ્હીમાં રહે છે જ્યારે તેમની પુત્રી બેંકકોંગમાં રહે છે. કાવત્રા ડિઝોલ્વિંગ વ્યૂઝ ફિલ્મસના માલિક હતા. તે પોતે એક લેખક હતા.

પોલીસે જણાવ્યું હતું કે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા પછી ઘટનાની તસવીરો સ્પષ્ટ થઇ જશે. પોલીસ આસપાસના લોકોને પૂછપરછ કરી રહી છે તો બીજી તરફ વેરની વસૂલાત કરવામાં આવી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X