For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરાશે, મુખ્યમંત્રીએ આપ્યો આદેશ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાજ્યમાં એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. બુધવારના રોજ ભગવંત માને આ અંગે આદેશ જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે, ADGP રેન્કના અધિકારી ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે.

|
Google Oneindia Gujarati News

ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાજ્યમાં એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. બુધવારના રોજ ભગવંત માને આ અંગે આદેશ જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે, ADGP રેન્કના અધિકારી ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે. આ ટાસ્ક ફોર્સ ગુંડાઓના આતંકને રોકશે.

પંજાબ રાજ્યમાં લોકો ગુંડાઓની ગુનાહિત પ્રવૃતિઓ સામે ઝઝૂમી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ વચન આપ્યું હતું કે, જો સત્તામાં આવશે, તો તે રાજ્યમાં એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરીને પંજાબને ગુનામુક્ત બનાવશે.

મુખ્યમંત્રી દ્વારા મહત્વની બેઠક બોલાવાઇ

મુખ્યમંત્રી દ્વારા મહત્વની બેઠક બોલાવાઇ

ઉલ્લેખનીય છે કે, બુધવારની સવારે ભગવંત માન દ્વારા રાજ્યમાં થઈ રહેલા ગુનાઓની તપાસ માટે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠક બાદસરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પંજાબ રાજ્યમાં એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ADGરેન્કનો એક અધિકારી એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરશે.

સંપૂર્ણ રાજ્યમાં પ્રથમ વખત AAPની સરકાર

સંપૂર્ણ રાજ્યમાં પ્રથમ વખત AAPની સરકાર

નોંધનીય બાબત છે કે, આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી પંજાબમાં અપરાધ સંબંધિત ઘટનાઓ વધુ ચર્ચામાં હતી.

કોંગ્રેસ પાર્ટી તરફથી મુખ્યમંત્રી ભગવંતમાન પર કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ બાબતોને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે આ અંગે મોટો નિર્ણય લીધો છે.

હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તૈયાર છે AAP

એક ખાસ વાત એ છે કે, માનને મુખ્યમંત્રી પદના શપથ લીધાને 20 દિવસ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પહેલીવાર આમ આદમી પાર્ટીએ સમગ્ર રાજ્યમાં સરકારબનાવી છે. જે બાદ હવે આમ આદમી પાર્ટી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.

English summary
An anti gangster task force will be formed in Punjab, CM orders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X