અનંત યાત્રાએ માતા હિરાબા, પીએમ મોદીએ કાંધ આપી, જુઓ ફોટો
પીએમ મોદી અને પરિવારજનોએ હિરાબાને અંતિમ વિદાય આપી હતી. અંતિમ યાત્રામાં પીએમ મોદી ઉઘાડા પગે જોવા મળ્યા હતા. તેમને માતાને કાંઘ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબા દુનિયાને અલવિદા કહી અનંત યાત્રાએ નીકળી ગયા છે. હિરાબાએ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. હિરાબા અચાનક બિમાર થઈ જતા ગઈ કાલે અમદાવાદ સારવાર માટે લવાયા હતા. અહીં પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત પણ કરી હતી. હવે હિરાબાને પીએમ મોદીએ કાંધ આપીને અંતિમ વિદાય આપી હતી.

અનંત યાત્રાએ હિરાબા
ગઈકાલે જ માતાના ખબર પુછ્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા. આજે વહેલી સવારે હિરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા. હિરાબાનું અવસાન થતા પીએમ મોદી વહેલી સવારે અમદાવાદ પહોંચી ગયા હતા.

પીએમ મોદીએ અંતિમ વિદાય આપી
પીએમ મોદી અને પરિવારજનોએ હિરાબાને અંતિમ વિદાય આપી હતી. અંતિમ યાત્રામાં પીએમ મોદી ઉઘાડા પગે જોવા મળ્યા હતા. તેમને માતાને કાંઘ આપી હતી.

પીએમ વહેલી સવારે અંતિમ દર્શન માટે પહોંચ્યા
પીએમ મોદી માતાના અંતિમ દર્શન માટે ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અહીં અંતિમ દર્શન બાદ તેમના પાર્દિથ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો.

પીએમના કાર્યક્રમો રદ નહી થાય
પીએમ મોદીને માતાના અવસાનની ખબર પડતા જ અમદાવાદ આવવા રવાના થઈ ગયા હતા. માતાના અવસાનની લઈને પીએમ મોદીના પરિવારમાં શોકનો માહોલ છે ત્યારે હવે પીએમ મોદીને પરિવારે તેમના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રાખવા કહ્યું છે.

પીએમ તેનુ કામ ચાલુ રાખશે
મળતા સમાચાર અનુસાર, પીએમ કાર્યાલયે એ વાતની પૃષ્ટી કરી છે કે પીએમ મોદીના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રહેશે. હાવડામાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવા અને કેટલાક અન્ય વિકાસ કાર્યો પીએમ મોદી કરવાના છે તે આયોજન મુજબ ચાલુ રહેશે.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
પીએમ મોદીએ ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી
પીએમ મોદીએ ખુદ લોકોને માતાના અવસાનની ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યુ કે, ગૌરવપૂર્ણ સદીનો ભગવાનના ચરણોમાં અંત.. મામાં મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગી અને મૂલ્યો પ્રત્યે જીવન પ્રતિબદ્ધ રહ્યું છે.

હિરાબા 100 વર્ષના હતા
અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે, જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહેશે કે બુદ્ધિથી કામ કરો અને પવિત્રતાથી જીવો.












Click it and Unblock the Notifications
