For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યમાં સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ, કિંમત લાગુ

જ્યાં એક તરફ પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતથી સામાન્ય માણસ પરેશાન છે ત્યાં વિપક્ષી પાર્ટીઓ ઘ્વારા સોમવારે ભારત બંધ બોલાવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જ્યાં એક તરફ પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતથી સામાન્ય માણસ પરેશાન છે ત્યાં વિપક્ષી પાર્ટીઓ ઘ્વારા સોમવારે ભારત બંધ બોલાવ્યું છે. કોંગ્રેસના નેતૃત્વમાં બોલાવવામાં આવેલા બંધની મિશ્ર અસર જોવા મળી રહી છે. આ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ઘ્વારા મોદી સરકાર પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતો અંગે આંધપ્રદેશ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ઘ્વારા રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 2 રૂપિયા ઓછી કરવાનો નિર્ણય લીધો છે. આ નવા ભાવ મંગળવારે સવારથી લાગુ કરી દેવામાં આવશે.

petrol

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. એવી સ્થિતિમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ઘ્વારા જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓછી કરવા માટેનું એલાન કરવામાં આવ્યું છે તે સામાન્ય માણસ માટે ચોક્કસ રાહતની ખબર હશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ઘ્વારા સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 2 રૂપિયાનો ઘટાડો કરવા અંગે જણાવ્યું છે. તેમને જણાવ્યું કે પ્રદેશમાં નવી કિંમત મંગળવારે સવારથી લાગુ કરી દેવામાં આવશે.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu announces reduction in petrol and diesel price in state by Rs 2 each.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X