For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલ બાદ ફ્રાંસમાં અનિલ અંબાણીની કંપનીને મળી મોટી ટેક્સ છૂટઃ રિપોર્ટ

ફ્રાંસ મીડિયા અનુસાર રાફેલ સોદા બાદ અનિલ અંબાણીની ફ્રાંસ સ્થિત ટેલીકોમ કંપનીની ટેક્સ વસૂલી માફ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ વિશે નવો ખુલાસો સામે આવ્યો છે. ફ્રાંસ મીડિયા અનુસાર રાફેલ સોદા બાદ અનિલ અંબાણીની ફ્રાંસ સ્થિત ટેલીકોમ કંપનીની ટેક્સ વસૂલી માફ કરી દેવામાં આવી છે. ફ્રાંસીસી વર્તમાનપત્ર Le Mondeના રિપોર્ટ અનુસાર રાફેલ ડીલ બાદ ફ્રાંસના અધિકારીઓ અનિલ અંબાણીની ફ્રાંસની ટેલીકોમ કંપનીના પક્ષમાં 143.7 મિલિયન યુરોની કુલ મળીને વસૂલી રદ કરી દીધી છે. આ વિવાદ ફેબ્રુઆરી અને ઓક્ટોબર 2015 વચ્ચે ઉકેલવામાં આવ્યો હતો. તે સમયે જ્યારે ભારત અને ફ્રાંસ 36 લડાકુ વિમાનોના વેચાણ પર વાતચીત કરી રહ્યુ હતુ.

anil ambani

વર્તમાનપત્રમાં કહેવામાં આવ્યુ હતુ કે ફેબ્રુઆરી અને ઓક્ટોબર 2015 વચ્ચે જ્યારે ફ્રાંસ ભારત સાથે રાફેલ સોદા પર વાતચીત કરી રહ્યુ હતુ ત્યારે અનિલ અંબાણીને 143.7 મિલિયન યુરોની કર છૂટ મળી. અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ એપ્રિલ 2015માં પીએમ મોદી દ્વારા ઘોષિત ફ્રાંસ સાથે ભારતના રાફેલ જેટ સોદામાં એક ઑફસેટ ભાગીદાર છે.
અનિલ અંબાણીની રિલાયન્સ અટલાંટિક ફ્લેગ ફ્રાંસ કંપનીની ફ્રાંસીસી ટેક્સ અધિકારીઓ દ્વારા કથિત રીતે તપાસ કરવામાં આવી હતી અને 2007થી 2010ના સમયગાળા માટે કરોમાં 60 મિલિયન યુરોની ચૂકવણી કરવા જવાબદેહ માનવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર કંપનીએ કર રૂપે 7.6 મિલિયન યુરોની ચૂકવણી કરવાની રજૂઆત કરી હતી પરંતુ ફ્રાંસીસી અધિકારીઓએ મનાઈ કરી દીધી અને વધુ એક તપાસ કરી.

2010થી 2012ના સમયગાળા માટે વધુ એક તપાસ ફ્રાંસીસી અધિકારીઓ દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને અનિલ અંબાણીની કંપનીને વધુ 91 મિલિયન યુરો કર રૂપે આપવા માટે કહેવામા આવ્યુ હતુ. રાફેલ ડીલની ઘોષણાના છ મહિના બાદ ફ્રાંસીસી કર અધિકારીઓએ રિલાયન્સ સાથે ઉકેલ રૂપે 151 મિલિયન યુરોની બહુ મોટી રકમના બદલે 7.3 મિલિયન યુરો સ્વીકાર્યા.

આ પણ વાંચોઃ NaMo TV પર ચૂંટણી કમિશનના મહત્વના નિર્દેશ, ભાજપે કન્ટેન્ટને મંજૂરી માટે મોકલ્યુઆ પણ વાંચોઃ NaMo TV પર ચૂંટણી કમિશનના મહત્વના નિર્દેશ, ભાજપે કન્ટેન્ટને મંજૂરી માટે મોકલ્યુ

English summary
anil ambani's france based company got tax waiver after rafale deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X