100 કરોડની વસૂલીવાળા આરોપની હવે તપાસ ઈચ્છે છે અનિલ દેશમુખ, CM ઠાકરેને પત્ર લખીને કરી આ માંગ
મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા પોતાા પર લગાવવામાં આવેલ આરોપોની હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ તપાસ ઈચ્છે છે.
મુંબઈઃ મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા પોતાા પર લગાવવામાં આવેલ આરોપોની હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ તપાસ ઈચ્છે છે. આ વિશે ખુદ એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. અનિલ દેશમુખે સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને એ માંગ કરી છે કે પરમબીર સિંહે જે તેમના પર ભ્રષ્ટાચાર અને 100 કરોડની વસૂલીનો આરોપ લગાવ્યો છે, એ મામલે વહેલી તકે તપાસ કરવામાં આવે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યુ હતુ કે પરમબીર સિંહે તેમના પર જે પણ આરોપ લગાવ્યા છે તે બધા ખોટા છે. આ આરોપ માટે અનિલ દેશમુખ પાસે રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી. જો કે આ પત્રનો જવાબ હાલમાં સીએમ ઠાકરે આપ્યો નથી.

અનિલ દેશમુખે કહ્યુ - સત્યમેવ જયતે
અનિલ દેશમુખે બુધવારે(24 માર્ચ) માહિતી આપી કે તેમણે પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. અનિલ દેશમુખે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર સીએમ ઠાકરેને તપાસ માટે લખેલા પત્રને પણ શેર કર્યો છે. અનિલ દેશમુખે ટ્વિટ કરીને લખ્યુ, 'મે મુખ્યમંત્રીને કહ્યુ છે કે તે (મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર) પરમબીર સિંહ દ્વારા મારી સામે લગાવવામાં આવેલ આરોપોની તપાસ કરીને સચ્ચાઈ સામે લાવે. જો મુખ્યમંત્રી આ મામલે તપાસ કરશે તો હું તેનુ સ્વાગત કરીશ. સત્યમેવ જયતે.' ભાજપે આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે(23 માર્ચ) આ કેસમાં મુખ્ય સચિવને મળીને સીબીઆઈ તપાસની માંગ કરી છે.
પરમબીર સિંહે અનિલ દેશમુખ પર કયા લગાવ્યા હતા આરોપ
ગયા સપ્તબાહે મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચાર અંગે ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. પરમબીર સિંહે દાવો કર્યો હતો કે અનિલ દેશમુખે એંટિલિયા કેસમાં ધરપકડ કરાયેલ પૂર્વ અધિકારી સચિન વાઝેને દર મહિને 100 કરોડની વસૂલીનો ટાર્ગેટ આપતા હતા. પરમબીર સિંહે પત્રમાં ભ્રષ્ટાચાર અંગે અનિલ દેશમુખ પર બીજા પણ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.












Click it and Unblock the Notifications
