રેસલરોના સમર્થનમાં આવ્યા અનિલ કુંબલે, કહ્યું- તેમની સાથે થયેલા વર્તન જોઇ થઇ નિરાશા
પૂર્વ ભારતીય ખેલાડી અનિલ કુંબલે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહનો વિરોધ કરી રહેલા રેસલરોના સમર્થનમાં આવ્યો છે. 28 મેના રોજ પોલીસે રેસલરોને સંસદ તરફ જતા અટકાવતા તેમની અટકાયત કરી હતી. આ પછી મારામારીના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા. કુંબલેએ આ અંગે ટ્વિટ કર્યું હતું.

અનિલ કુંબલેએ ટ્વિટર પર લખ્યું છે કે 28 મેના રોજ અમારા રેસલરો સાથે મારામારીની ઘટના વિશે સાંભળીને હું નિરાશ થયો છું. યોગ્ય ચર્ચા દ્વારા કંઈપણ ઉકેલી શકાય છે. આશા છે કે ટૂંક સમયમાં ઉકેલ મળશે.
ઉલ્લેખનીય છે કે રેસલરોએ હરિદ્વાર જઈને ગંગા નદીમાં મેડલ વહાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેઓ હરિદ્વાર પહોંચ્યા હતા. સાક્ષી મલિક, વિનેશ ફોગાટ વગેરે મહિલા રેસલર પણ બેસીને રડતી જોવા મળી હતી. આનો એક વીડિયો વાયરલ થયો છે.
Dismayed to hear about what transpired on the 28th of May with our wrestlers being manhandled. Anything can be resolved through proper dialogue. Hoping for a resolution at the earliest.
— Anil Kumble (@anilkumble1074) May 30, 2023
નોંધનીય છે કે ભારતની નવી સંસદનું ઉદ્ઘાટન 28 મેના રોજ થવાનું હતું. આ પછી, રેસલરોએ તે જ દિવસે સંસદની સામે વિરોધ કરવાની યોજના બનાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બેરિકેડ ઓળંગવાના પ્રયાસને કારણે, તેને ત્યાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને અન્યત્ર લઈ જવામાં આવ્યો હતો. મોડી સાંજે તેને છોડી મુકવામાં આવ્યો હતો. સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા વગેરેની અટકાયત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
