For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંકિતા ભંડારી પહેલા પણ રિસૉર્ટમાંથી ગાયબ થઈ હતી છોકરી? 8 મહિના પહેલા ગાયબ બીજી છોકરીના કેસનો ખુલાસો

ઉત્તરાખંડના પૌડી ગઢવાલની 19 વર્ષની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની જેમ ભાજપના ભૂતપૂર્વ નેતા વિનોદ આર્યના પુત્ર પુલકિત આર્યની માલિકીના વનતારા રિસૉર્ટમાંથી બીજી એક છોકરી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હોવાના અહેવાલો છે.

|
Google Oneindia Gujarati News

દહેરાદૂનઃ ઉત્તરાખંડના પૌડી ગઢવાલની 19 વર્ષની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની જેમ ભાજપના ભૂતપૂર્વ નેતા વિનોદ આર્યના પુત્ર પુલકિત આર્યની માલિકીના વનતારા રિસૉર્ટમાંથી બીજી એક છોકરી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હોવાના અહેવાલો છે. અંકિતા ભંડારી હત્યા કેસમાં પોલીસે રિસૉર્ટમાંથી ગુમ થયેલી અન્ય યુવતીના કેસની તપાસ શરૂ કરી હતી. જે બાદ હવે પોલીસે સોમવારે વહેલી સવારે આ ગાયબ છોકરી વિશે માહિતી આપી છે. પોલીસે જણાવ્યુ છે કે 8 મહિના પહેલા રિસૉર્ટમાંથી ગુમ થયેલી યુવતીની તબિયત સારી છે. તેણે ઓછા પગારના કારણે નોકરી છોડી દીધી હતી. તમને જણાવી દઈએ કે અંકિતા ભંડારી હત્યા કેસમાં વનતારા રિસૉર્ટના મેનેજર પુલકિત આર્ય અને અન્ય કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. તેને બે અઠવાડિયા માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હોવાનુ કહેવાય છે.

પોલીસે જણાવ્યુ, એ છોકરી ઠીક છે...

પોલીસે જણાવ્યુ, એ છોકરી ઠીક છે...

પૌડી ગઢવાલ ઉત્તરાખંડ પોલીસે તેના અધિકૃત ફેસબુક પેજ પર લખ્યુ છે કે, 'અમુક મીડિયા જૂથો, સોશિયલ પ્લેટફોર્મ્સ દ્વારા ભૂતકાળમાં વનતારા રિસૉર્ટમાં કામ કરતી પ્રિયંકાના વિશે અમુક લોકો દ્વારા વિવિધ વસ્તુઓ વિશે વાત કરવામાં આવી રહી છે. જેના સંદર્ભમાં ADD એસપી શેખર ચંદ્ર સુયલે પ્રિયંકા નામની યુવતી સાથે વાત કરી, તે ઠીક છે. પ્રિયંકાએ જણાવ્યુ કે તેણે વનતીરા રિસૉર્ટમાં એક મહિના સુધી કામ કર્યુ. પરંતુ ત્યાં તેને ઓછો પગાર મળતો હતો જેના કારણે તેણે પોતાની મરજીથી નોકરી છોડી દીધી હતી. તેને ત્યાં કોઈ દ્વારા દબાણ કે હેરાનગતિ કરવામાં આવી ન હતી.'

ગાયબ છોકરી પર પુલકિતે લગાવ્યા હતા ગંભીર આરોપ

ગાયબ છોકરી પર પુલકિતે લગાવ્યા હતા ગંભીર આરોપ

ન્યૂઝ 18ના અહેવાલ મુજબ પુલકિત આર્યની માલિકીના વનતારા રિસૉર્ટ કે જ્યાં અંકિતા ભંડારી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી તે જ રિસૉર્ટમાંથી આઠ મહિના પહેલા એક છોકરી કથિત રીતે અચાનક ગાયબ થઈ ગઈ હતી. તે વખતે પુલકિત આર્યએ પોલીસને ઘટનાની જાણ કરી હતી અને યુવતી તેના પૈસા અને અન્ય કિંમતી સામાન લઈને ભાગી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.

છોકરીના અચાનક ગાયબ હોવાની તપાસનો મળ્યો હતો આદેશ

છોકરીના અચાનક ગાયબ હોવાની તપાસનો મળ્યો હતો આદેશ

અહેવાલો મુજપ રાજ્યમાં શાસક પક્ષ વિરુદ્ધ વ્યાપક વિરોધને પગલે પોલીસને રિસેપ્શનિસ્ટની હત્યા અને આઠ મહિના પહેલા વનતારા રિસૉર્ટમાંથી છોકરીની અચાનક ગાયબ થયાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અહેવાલો સૂચવે છે કે સ્થાનિક રહેવાસી બિટ્ટો ભંડારીએ બીજી છોકરીના ગુમ થવા અંગે જાહેરમાં માહિતી આપી હતી. તે પુલકિતને "હેબિચ્યુઅલ ઓફેન્ડર" અને "એવી વ્યક્તિ કે જે નજીકના ગામ સાથે સારા સંબંધો શેર કરતી નથી" તરીકે વર્ણવે છે.

પુલકિત પર કેંડી ફેક્ટરીમાં એક કર્મચારીના અપહરણનો પણ આરોપ

પુલકિત પર કેંડી ફેક્ટરીમાં એક કર્મચારીના અપહરણનો પણ આરોપ

ફર્સ્ટપોસ્ટના અહેવાલમાં જણાવાયુ છે કે પુલકિત પર ફેક્ટરીના એક કર્મચારીને બળજબરીથી અને ગેરકાયદેસર રીતે બંધ કરવાનો આરોપ છે જેણે તેની સેલરીની માંગ કરી હતી. આના પર પુલકિતે કથિત રીતે ગુનો કર્યો અને તેને કેદ કરી દીધો. તમને જણાવી દઈએ કે પુલકિતની વનતારા રિસૉર્ટ પાસે પોતાની કેન્ડી ફેક્ટરી છે. તે જ કેન્ડી ફેક્ટરીમાંથી એક કર્મચારીનુ કથિત રીતે અપહરણ કરવામાં આવ્યુ હતુ. અપહરણ કરાયેલા વ્યક્તિને સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. જે આ બાબતને ગામના વડા સુધી લઈ ગયા હતા. સામાજિક કાર્યકર્તાએ પણ પુલકિત પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

કોવિડ પ્રોટોકૉલ તોડવાનો પણ પુલકિત પર આરોપ

કોવિડ પ્રોટોકૉલ તોડવાનો પણ પુલકિત પર આરોપ

એવા અહેવાલો છે કે પુલકિત પર 2020માં કોવિડ પ્રોટોકૉલનુ ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે તે ટ્રાવેલ પાસ વિના બદ્રીનાથ મંદિર રોડ પર પ્રવેશ્યો હતો. તે કથિત રીતે અન્ય કલંકિત સ્થાનિક રાજકારણી અમરમણિ ત્રિપાઠી સાથે મુસાફરી કરી રહ્યો હતો જે હત્યાના ગુનામાં જેલમાં છે.

English summary
Ankita Bhandari is not the only victim of Pulkit Arya, Police probing missing staff of 8 months ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X