અયોધ્યાના રૌનાહીમાં મસ્જિદ માટે 5 એકર જમીનની જાહેરાત, યુપી કેબિનેટનો નિર્ણય
અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની રચનાની મંજૂરી મળતા જ યોગી સરકારે મસ્જિદ માટે પાંચ એકર જમીન પણ આપવાની જાહેરાત કરી છે. આ જમીન અયોધ્યાના રૌનહિમાં આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, લોકસભામાં સંબોધન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટના નામની ઘોષણા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ ટ્રસ્ટને 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' કહેવાશે.
લોકસભામાં પીએમ મોદીએ કહ્યું કે આ શ્રી રામ જન્મભૂમિથી સંબંધિત છે. આ થીમ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરથી સંબંધિત છે. કરોડો દેશવાસીઓની જેમ મારા હૃદયની નજીક છે. હું આ વિશે વાત કરવાનું મારું લહાવો માનું છું. પીએમ મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશો અનુસાર 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' સ્વાયત ટ્રસ્ટ સ્થાપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે 67.3 એકર જમીન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને આપવામાં આવશે. જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ 5 એકર જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ અંગે ઐતિહાસિક ચુકાદો આપતાં વિવાદિત જમીનને રામલાલાને સોંપવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને મસ્જિદ બાંધવા માટે અયોધ્યામાં 5 એકર જમીન મુસ્લિમ પક્ષને આપવા સૂચના આપી હતી.