For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર મહાનગરપાલિકા સહિત નગર-મહાનગરપાલિકા પેટા ચૂંટણીની જાહેરાત!

રાજ્યમાં ફરીથી ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે. કોરોનાને કારણે અટકાયેલી ગાંધીનગર મહાનગર પાલિકા સહિત મહાનગર અને નગરપાલિકાની પેટા ચૂંટણીની જાહેાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ફરીથી ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે. કોરોનાને કારણે અટકાયેલી ગાંધીનગર મહાનગર પાલિકા સહિત મહાનગર અને નગરપાલિકાની પેટા ચૂંટણીની જાહેાત કરવામાં આવી છે. કોરોનાને કારણે અટવાયેલી પેટા ચૂંટણીની જાહેરાત થતા રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી પગપેસારો કરવા મથી રહી છે ત્યારે ગાંધીનગરની ચૂંટણી રસપ્રદ બનવાના એંધાણ છે.

Election

ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યમાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની તારીખોની વાત કરીએ, 3 ઓક્ટોબરે મતદાન યોજાશે. ત્યારબાદ 5 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. ઈલેક્શન ફોર્મ 18 ઓગસ્ટ સુધી ભરાશે અને ફોર્મ પાછા ખેચવાની છેલ્લી 21 ઓક્ટોબર છે. આ ઈલેક્શન માટે 6 સપ્ટેમ્બરથી આચારસંહિતા અમલમાં મુકાઈ છે. અને 13 ઓગસ્ટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

પેટા ચૂંટણીની વાત કરીએ તે, ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 40 બેઠકો ઉપરાંત ઓખા અને થરા નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાશે. આ ઉપરાંત રાજ્યભરમાં ખાલી પડેલી વિવિધ બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે પત્રકાર પરિષદ કરી આ અંગેની જાહેરાત કરી હતી. આ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવશે.

English summary
Announcement of Municipal Corporation by-elections including Gandhinagar Municipal Corporation!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X