For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટર, પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ

કાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટર, પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘુસણખોરી વધી ગઈ છે. બુધવારે કાશ્મીરના પુલવામા જિલ્લામાં બે જગ્યાએ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. જમ્મુ-કાશ્મીરના સુરક્ષાબળોને પુલવામાના પંપોર જિલ્લામાં ત્રણ આતંકીઓ છૂપાયા હોવાના અહેવાલ મળ્યા હતા, જે બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કર્યું, જેથી સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી.

shopian

હાલ દક્ષિણ કાશ્મીરના પંપોર વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સૂત્રો મુજબ સેનાએ 2 આતંકીઓને ઘેરી રાખ્યા છે. પુલવામા જિલ્લાના આ વિસ્તારને સેનાએ સંપૂર્ણપણે પોતાના કબ્જામાં લઈ લીધો છે. રાતભર સેના અને આતંકીઓનું ઓપરેશન ચાલ્યું છે.

સૂત્રો મુજબ મંગળવારે મોડી રાતે જ સેનાને એક સ્થળે આતંકી છૂપાયા હોવાના અહેવાલ મળ્યા હતા, જે બાદ સેનાએ તત્કાળ કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. પંપોર ઉપરાંત અવંતીપોરામાં સેના અને આતંકીઓ વચ્ચે મોડી રાતે એન્કાઉન્ટર થયું. હિઝબુલનો કમાંડર ત્રણ આતંકવાદીઓ સાથે આ વિસ્તારમાં છૂપાયો હોવાના સેનાને ઈનપૂટ મળ્યા છે.

જમ્મુ કાશ્મીર: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, 2થી 3 આતંકીઓ હોવાની આશંકાજમ્મુ કાશ્મીર: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, 2થી 3 આતંકીઓ હોવાની આશંકા

English summary
another encounter between army and terrorist in shopian
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X