
જેસલમેર ભારત-પાક સરહદ પર વધુ એક MiG-21 વિમાન ક્રેશ, પાયલટ શહીદ!
જેસલમેર, 24મી ડિસેમ્બર : રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું એક MiG-21 વિમાન ક્રેશ થયું છે. આ દર્દનાક અકસ્માતમાં પાયલોટ શહીદ થયો છે. ઘટના સુમ પોલીસ સ્ટેશન વિસ્તારના બિડા ગામની જણાવવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્લેન ગોદાવન સંવર્ધન કેન્દ્ર સુદાસરી પાસે ક્રેશ થયું હતું. જિલ્લા કલેક્ટર આશિષ મોદી સહિત વહીવટીતંત્ર, પોલીસ અને નાગરિક સંરક્ષણની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
તમને જણાવી દઈએ કે બિડા ગામ સમ સેંડ ડ્યૂન્સથી લગભગ 16 કિમી દૂર છે. પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે આ મહિનામાં આ બીજી સૈન્ય વિમાન દુર્ઘટના છે, 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 11 અન્ય આર્મી ઓફિસર શહીદ થયા હતા.
A MiG-21 fighter aircraft of the Indian Air Force crashed today evening near Jaisalmer, Rajasthan. Till last reports came in, a search was on for the pilot: Sources
— ANI (@ANI) December 24, 2021
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એરફોર્સના વિમાન દુર્ઘટનામાં પાયલટનું મૃત્યુ થયું છે, ઘટના સ્થળની નજીકથી પાયલટના શરીરના બળી ગયેલા ભાગો મળી આવ્યા છે. શુક્રવારે જેસલમેરના એરફોર્સ સ્ટેશનથી ફાઇટર એરક્રાફ્ટ મિગ-21એ ઉડાન ભરી હતી. વાયુસેના, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને સિવિલ ડિફેન્સના અધિકારીઓ અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, વિમાનમાં લાગેલી આગને પણ કાબૂમાં લેવામાં આવી છે. પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ ખરાબ હવામાન હતું કે કેમ, અન્ય ટેકનિકલ ખામી હતી કે અન્ય કોઈ બાબત તેની તપાસ કરવામાં આવશે.