For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના વધુ ધારાસભ્ય પર જાતીય સતામણીના આરોપો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જયપુર, 21 સપ્ટેમ્બર: પૂર્વ ખાદી મંત્રી બાબુલાલ નાગર વિરૂદ્ધ દુષ્કર્મના આરોપનો કેસ શાંત પડ્યો નથી, તો બીજી તરફ ચિત્તોડગઢના નીમબહેડાથી કોંગ્રેસના ધારાસભ્ય ઉદયલાલ આંજણા વિરૂદ્ધ એક મહિલાએ નાગોરના મૂંડવા પોલીસ મથકમાં શુક્રવારે રાત્રે દુરાચાર સહિત અડધો ડઝન અન્ય કલમો દાખલ કરાવતાં કેસ નોંધાવ્યો છે, પીડીતાએ કહ્યું હતું કે ધારાસભ્યએ તેને લાલચ આપી પત્ની બનાવીને રાખી અને બળજબરીપૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો.

રાજસ્થાનમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર એક મહિલાએ જાતિય સતામણીનો આરોપ લગાવ્યો છે. નીમબહેડા વિસ્તારથી ધારાસભ્ય ઉદયલાલ અંજના પર એક પરણિત મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

મળતી માહિતી મુજબ મહિલા નાગોર જિલ્લાની રહેવાસી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે ધારાસભ્યએ લગ્નની લાલચ આપી તેનું જાતિય શોષણ કર્યું. મહિલાનો આરોપ છે કે ઉદયલાલ અંજનાએ તેની સાથે શારિરીક સંબંધ બનાવ્યા અને તેમને લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. મહિલાનો દાવો છે કે કોંગ્રેસ ધારાસભ્યના કહેવા પર તેને ગર્ભપાત પણ કરાવ્યો હતો.

મહિલાનો આ આરોપ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર માટે નવી સમસ્યાઓ પેદા કરી શકે છે કારણ કે ગેહલોત સરકાર પહેલાં જ બાબુલાલ નાગરના કેસમાં શરમજનક સ્થિતીમાં મુકાઇ ગઇ છે. એક મહિલાએ બાબુલાલ નાગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આરોપ બાદ બાબુલાલ નાગરે રાજીનામું આપી દિધું હતું. બાબુલાલ નાગર વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરવામાં આવી ચૂકી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક પરિણીત મહિલાએ ફરિયાદ કરી છે. તે ફરિયાદ દાખલ કરાવવા માટે કોર્ટ ગઇ હતી. કોર્ટના આદેશ બાદ એફઆરઆઇ દાખલ કરવામાં આવી છે.

મહિલાએ ગર્ભપાત પણ કરાવ્યો હતો

મહિલાએ ગર્ભપાત પણ કરાવ્યો હતો

મહિલાનો આરોપ છે કે ઉદયલાલ અંજનાએ તેની સાથે શારિરીક સંબંધ બનાવ્યા અને તેમને લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. મહિલાનો દાવો છે કે કોંગ્રેસ ધારાસભ્યના કહેવા પર તેને ગર્ભપાત પણ કરાવ્યો હતો.

ગેહલોત સરકાર માટે નવી મુશ્કેલી

ગેહલોત સરકાર માટે નવી મુશ્કેલી

મહિલાનો આ આરોપ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર માટે નવી સમસ્યાઓ પેદા કરી શકે છે કારણ કે ગેહલોત સરકાર પહેલાં જ બાબુલાલ નાગરના કેસમાં શરમજનક સ્થિતીમાં મુકાઇ ગઇ છે. એક મહિલાએ બાબુલાલ નાગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આરોપ બાદ બાબુલાલ નાગરે રાજીનામું આપી દિધું હતું. બાબુલાલ નાગર વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરવામાં આવી ચૂકી છે.

ઉદયલાલ આંજણા પર આરોપ

ઉદયલાલ આંજણા પર આરોપ

પીડિતાએ ધારાસભ્ય ઉદયલાલ આંજણા પર દુષ્કર્મ, બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવાનો, નવજાત શિશુને મરવા માટે મજબૂર કરવા, કપટપૂર્વક પત્નીના રૂપમાં રાખવા અને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે.

પીડિતાનો આરોપ, 1984થી યૌન શોષણ

પીડિતાનો આરોપ, 1984થી યૌન શોષણ

પોલીસ કમિશ્નર ઓમપ્રકાશ શર્માના અનુસાર પીડિતાએ ધારાસભ્ય ઉદયલાલ આંજણા પર 1984થી સતત તેનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતા મૂળ નાગોર જિલ્લાની રહેવાસી છે. ચિત્તોડગઢમાં એક સંબંધનાના કારણે તે ઉદયલાલ આંજણાના સંપર્કમાં આવી હતી. ઉદયલાલ આંજણાએ તેને લગ્ન કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ તેને પુરો કર્યો નથી. પીડિતાએ તેને લઇને ઉદયલાલ નાગર પર દબાણ બનાવવાનું શરૂ કર્યું તો તેને ધમકાવવાનું શરૂ કરી દિધું. પોલીસના અનુસાર શનિવારે તપાસ સીઆઇડી (સીબી)ના સુપ્રત કરી દેશે.

ધારાસભ્યની સ્પષ્ટતા

ધારાસભ્યની સ્પષ્ટતા

દુષ્કર્મના આરાપો ખોટા છે, તેની પાછળ ચિત્તોડગઢના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર જાડાવતનો હાથ છે. મહિલાના આરોપોની 1998 થી 2000 સુધી મહિલા આયોગથી લઇને સીઆઇડી તથા રાજ્ય સરકારની વિભિન્ન એજન્સીઓ પાસે તપાસ થઇ ચૂકી છે અને એફઆર લાગી ચૂકી છે.

English summary
In more embarrassment for the Congress government in Rajasthan, party MLA Udai Lal Anjana of Nimbahera constituency has been accused of sexually assaulting a married woman, reports said on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X