હૈદરાબાદઃ મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યા બાદ વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો

હૈદરાબાદઃ મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યા બાદ વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો

હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં દિવસેને દિવસે ક્રાઈમ રેટ વધતો જઈ રહ્યો છે. હવે મહિલાઓ હૈદરાબાદમાં સુરક્ષિત નથી રહી. વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે માણસાઈને પણ શરમાવે તેવો છે. મહિલા સરકારી ડૉક્ટર સાથે કથિત રેપ, હત્યા અને સળગાવવાનો મામલો હજુ શાંત થયો નથી કે તે વિસ્તારમાં જ વધુ એક મહિલાની સળગાલી હાલતમાં લાશ મળી આવી છે. વધુ એક સળગેલી લાશ મળવા વિશે સાઈબરાબાદના પોલીસ કમિશ્નર વીસી સજ્જનરે કહ્યુ્ં કે શમશાબાદના બાહરી વિસ્તારમાં મૃતદેહ મળ્યો છે. દેહને સરકારી હોસ્પિટલે મોકલવામાં આવ્યો છે અને આ મામલે કેસ નોંધી લેવામાં આવ્યો છે.

crime

જે મહિલાનો મૃતદેહ મળ્યો છે તેની ઉંમર 30-35 વર્ષ જણાવવામાં આવી રહી છે. શમશાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સિડ્ડુલાગટ્ટા રોડ પાસે મહિલાનો સળગાવેલી હાલતમાં દેહ મળ્યો છે. પોલીસ કમિશ્નરે જણાવ્યું કે મહિલાના મૃતદેહને પોલીસે ઓટોપ્સી માટે સરકારી હોસ્પિટલે મોકલ્યો છે. આ પરાંત સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થવાનો મામલો નોંધી આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે અગાઉ હૈદરાબાદ- બેંગ્લોર હાઈવે પર એક સરકારી મહિલા ડૉક્ટરની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી હતી. લાશ મળ્યા બાદ માનવામાં આવી રહ્યું હતું કે 27 વર્ષીયમ હિલા ડોક્ટર પર રેપ બાદ તેની હત્યા કરી દેવામાં આવી. હેવાનિયત એટલેથી ના અટકી અને રાક્ષસોએ મહિલા ડૉક્ટરની લાશને સળગાવી એક ફ્લાઈઓવર નીચે ફેંકી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X